fbpx
ગુજરાત

અમદાવાદના પરિવારની ૯ વર્ષની દીકરીની દિક્ષા બાદ માતા પણ દિક્ષા લેશે

અમદાવાદમાં વરસીદાન વરઘોડો અને મહાપૂજાનો કાર્યક્રમ યોજાશે. વિતરાગ પરમાનંદ જૈન સંઘ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં દીક્ષાર્થીનો વરસીદાનનો વરઘોડો અને બહુમાનનો કાર્યક્રમ યોજાશે. પિતાનો અમદાવાદમાં જન્મ થયો અને હવે અહીંથી સંસારિક જીવન છોડી દીક્ષાર્થી બનશે. વિતરાગ સોસાયટીમાં છેલ્લા ૫૦ વર્ષથી પરિવાર સાથે રહેતા ૪૫ વર્ષીય મિતુલ જશવંતલાલ દોશી અને તેમના પત્ની અર્તિકા જશવંતલાલ દોશીની પુત્રી જીયાએ ડિસેમ્બર ૨૦૧૬માં ૯ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. દરમિયાન દીકરી મહારાજના સાનિધ્યમાં માતાએ દીક્ષા લેવાનો ર્નિણય કર્યો હતો.

પિતાએ પણ ગુરુદેવના સાનિધ્યમાં ઓક્ટોબરમાં દીક્ષા પ્રદાન મુહૂર્ત કઢાવ્યું હતું. પાલડી વિતરાગ સોસાયટી ખાતે હાલ દીક્ષા અંગીકારનો કાર્યક્રમ ચાલુ છે. પતિ-પત્ની ૧૬ જાન્યુઆરીએ ગૃહ ત્યાગ કરશે. અમદાવાદથી સુરત જઇને ૧૯મી જાન્યુઆરીએ રથયાત્રા અને ત્યારબાદ ૨૦મી જાન્યુઆરીએ નીતિ સંયમોધાન ખાતે દીક્ષા અંગીકાર કરશે. દીકરી મહારાજ સાહેબની નિશ્રામાં માતા હવે તેની શિષ્યા બનશે.પાલડીની વિતરાગ સોસાયટીમાં દીકરી મહારાજ સાહેબના સાનિધ્યમાં ૪૩ વર્ષીય માતા ૨૦ જાન્યુઆરીએ દીક્ષા લેશે. જવલ્લે જાેવા મળતા કિસ્સામાં દીક્ષા લીધા બાદ દીકરી મહારાજની નિશ્રામાં માતા ધર્મનું જ્ઞાન મેળવશે. માતાની સાથે પિતા પણ તેમના ગુરુના સાનિધ્યમાં દીક્ષા લઇ રહ્યા છે. ૨૦ જાન્યુઆરીએ સુરત ખાતે દીક્ષાનો કાર્યક્રમ યોજાશે.

Follow Me:

Related Posts