અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો જે રીતે પરેશાન થઈ રહ્યા છે એ ખૂબ જ દયનીય પરિસ્થિતિ ગણી શકાય! કારણ કે કોર્ટની ટકોર બાદ પણ શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક માસૂમો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના પૂર્વ ભાગમાં અનેક રખડતા ઢોરના કારણે મહિલાઓ ઇજાગ્રસ્ત બની છે. જેમાં થોડા સમય પહેલા એક સિનિયર સિટીઝન મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે આજે વધુ એક ચોકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ઢોર એક મહિલાને ફંગોળે છે અને તે નીચે પટકાય છે.
મહિલાને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં વાહનચાલકોની સાથે સાથે રસ્તા પર રખડતા ઢોર પણ લોકોને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે. અમદાવાદમાં હાટકેશ્વર પાસે આવેલા વસાહતમાં એક સિનિયર સિટીઝન મહિલા પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. જેના કારણે તેઓ એક સપ્તાહથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યા અને ત્યારબાદ તેમનું મોત નીપજ્યુ હતું. આ મામલે અમરેવાડી પોલીસે ઢોરના માલિક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
Recent Comments