fbpx
ગુજરાત

અમદાવાદના ફેસબુક ફ્રેન્ડે વડોદરાની પરિણીતા પર કારમાં આચર્યું દુષ્કર્મ

સોશિયલ મીડિયા થકી ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હજુ પણ પણ લોકોમાં જાગૃક્તાની કમી છે જેના કારણે લોકો મુસીબતમાં મૂકાઈ રહ્યાં છે. આવું જ કંઈક વડોદરાની એખ મહિલા સાથે થયું છે. જેમાં શહેરની એક મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અમદાવાદના યુવક સાથે મિત્રતા કેળવી હતા. જે બાદ યુવક મહિલાને નીમેટા નજીક લઈ ગયો અને ચાલુ કારમાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી એક મહિલાનો પતિ છેલ્લા ૮ મહિનાથી સાબરમતી જેલમાં ચોરીના આરોપમાં સજા કાપી રહ્યો છે. બે મહિના પહેલા અમદાવાદમાં રહેતા આયુષ પાંડે નામના યુવકે આ મહિલાને ફેસબુક એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ અને વાતચીત શરૂ થઈ.
મંગળવારે આયુષે કહ્યું કે, હું વડોદરા આવી રહ્યો છે અને તેને ફોન કરીશે. જે બાદ મહિલા અમિતનગર સર્કલ પાસેથી આયુષની કારમાં આજવા ચોકડી તરફ ગઈ હતી. જ્યાં ચાલુ કારમાં આયુષે મહિલાને પાણી પીવા આપ્યું હતું. જે પીધા બાદ મહિલાને ચક્કર આવવા લાગ્યા હતા. આ દરમિયાન આયુષે ચાકુની અણીએ ધમકી આપી કારને નિમેટા તરફ લઈ ગયો, જ્યાં ખુલ્લા ખેતરમાં તેની મરજી વિરુદ્ધ પરાણે શારીરિક સબંધ બાંધ્યા હતા.

પોતાની હવસ સંતોષ્યા બાદ અયુષે મહિલાને ધમકી આપી અને જણાવ્યું કે, મારા કાકા ગાંધીનગરમાં ડ્ઢઅજીॅ છે. તારાથી કશું જ નહીં થાય, પોલીસ ફરિયાદ ના કરતી. આમ કહીને આયુષે મહિલાને અમિતનગર સર્કલ પર ઉતારીને અમદાવાદ રવાના થઈ ગયો હતો. આ મામલે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts