અમદાવાદના બોપલમાં પોલીસ કર્મી જ એક યક્તિની હત્યા કરી

પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ નજીક આવેલા બોપલમાં ચકચારભર્યા હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં હત્યા એક પોલીસ કર્મીએ જ કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તપાસમાં વિક્રમ પઢેરિયા નામના પોલીસ કર્મીએ આ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.હત્યા કર્યા બાદ આરોપી વિક્રમ પઢેરિયા પંજાબ ભાગી ગયો હતો. જ્યાંથી ક્રાઈમ બ્રાંચ પોલીસે તેની ધરપકડ કરી હતી. વિક્રમ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પઢેરિયાએ ૨૩ વર્ષીય પ્રિયાંશુ જૈનની હત્યા કરી હતી.લગભગ ૧.૭૦ લાખની વસ્તી ધરાવતું બોપલ સ્માર્ટ સિટી અમદાવાદમાં સમાવવામાં આવ્યું હોવા છતાં, ૨૩ વર્ષીય મીકા વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરનાર આરોપીને પકડવા માટે પોલીસ એક સારા ઝ્રઝ્ર્ફ ફૂટેજ શોધવા માટે સંઘર્ષ કરી રહી હતી.
પોલીસ આરોપીઓને ઓળખવા અને તેને શોધવા માટે સ્કેચિંગની જૂની તકનીક પર આધાર રાખી રહી હતી. બોપલ પોલીસના ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલે જણાવ્યું હતું કે તેઓ મૃતકના મિત્ર પાસેથી જ જાણતા હતા કે તે ડાર્ક કલરની નાની એસયુવી હતી જેમાંથી ડ્રાઈવર બહાર આવ્યો હતો અને જૈનને છરો માર્યો હતો.”અમે વિસ્તારના સીસીટીવી ફૂટેજ શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપી કે તેની કારને કબજે કરે તેવું કોઈ ફૂટેજ મળ્યું ન હતું.
બોપલ પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ ના પોલીસ સહિતની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. આરોપીને પકડવા માટે રચના કરવામાં આવી હતી,” ગોહિલે જણાવ્યું હતું.બોપલ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકના મિત્ર પૃથ્વીરાજ મહાપાત્રા, જે હત્યા કેસમાં ફરિયાદી છે, તે કારનો નંબર જાેઈ શક્યા ન હતા. બોપલ પોલીસ સાથેના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “પોલીસ સ્થાનિક દુકાનોમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારે પહેલા કારની ઓળખ કરવી પડશે,જેમાંથી આરોપીની ઓળખ થશે.”તપાસને અંતે આ હત્યામાં આરોપી પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાનો હાથ હોવાનું બહાર આવ્યું છે.
Recent Comments