અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા એક જિમમાં સવારે આગ ફાટી નીકળી હતી આજ્ઞા પગલે ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. જીમમાં સુઈ રહેલા એક વ્યક્તિને ફાયર બ્રિગેડ દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભાગમાં પેનલ બોર્ડમાં ઓવરલોડના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. મણિનગર- કાંકરિયા રોડ પર પુષ્પકુંજ ચાર રસ્તા પાસે એસએફડબ્લ્યુ જીમમાં સવારે આગ લાગી હોવાનો મેસેજ ફાયર બ્રિગેડ કંટ્રોલને મળ્યો હતો. ફાયર અધિકારી સહિતની પાંચ જેટલી ગાડીઓ ત્યાં પહોંચી હતી જીમમાં આગ લાગી હતી અને જીમમાં એક વ્યક્તિ હોવાની જાણ થઈ હતી. જેથી એસ્ક્લેટરની મદદથી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મહેન્દ્ર નામના અંદર સૂઈ રહેલા યુવકને બહાર કાઢ્યો હતો. ઈલેક્ટ્રીક પેનલ બોર્ડમાં ઓવરલોડના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે ફાયર બ્રિગેડને જાણવા મળ્યું છે.
હાલ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.સાણંદ ખાતે અજન્તા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્ટારકો મલ્ટી પ્લાસ્ટ નામના પ્લાસ્ટિકના દાણાના ગોડાઉનમાં શુક્રવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક મેટિગનો ૩૦૦ ટન જેટલો માલ બચાવી લેવામાં આવ્યો હતો. આગનું પ્રાથમિક કારણ બીડી સિગારેટના કારણે ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ મામલે પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે.
Recent Comments