અમદાવાદના રિંગ રોડ પર નવા ૧૦ બ્રિજ બનાવાશે
ઔડાના વર્ષ ૨૦૨૧-૨૨ના સુધારેલા અંદાજપત્ર અને ૨૦૨૨-૨૩ સૂચિત અંદાજપત્ર માટે મળેલી બોર્ડ બેઠકમાં ઔડા સહિત અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના ૧૦ વર્ષના ડેવલપમેન્ટ પ્લાનની રચનાનો ર્નિણય કરાયો હતો. બજેટ બેઠકમાં ઔડા વિસ્તારમાં ૨૦૭૩ આવાસ મકાનો, ૬૫ કિમી રોડ, નવું બિલ્ડિંગ, નવા બ્રિજ, પાણી માટે અંદાજે ૫૫૦ કરોડથી વધુ રકમની ફાળવણી કરાઈ છે. બોર્ડ બેઠકમાં લેવાયેલા ર્નિણય મુજબ નવું ઔડા વિસ્તારમાં ઔડાનું નવું ભવન બનશે. નવી વોટર કનેક્શન પોલિસી પણ તૈયાર કરાશે. બોર્ડ બેઠકમાં રજૂ કરાયેલા બજેટમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સૂચિત અંદાજાેની કુલ ૧૩૫૬.૨૯ કરોડની આવક અને રૂ. ૧૨૧૦.૭૩ કરોડના ખર્ચનો અંદાજાે રજૂ કરાયો હતો.
બજેટમાં આવરી લેવાયેલા મુદ્દામાં હાલ ચાલી રહેલા ૭ બ્રિજનાં કામ અને નવા ૩ બ્રિજ ધોળકા બ્રાન્ચ કેનાલ વિસલપુર, ઘુમા રેલવે ઓવરબ્રિજ, ભાટ અપોલો સર્કલ મળી ૧૦ બ્રિજ માટે ૧૧૬.૮૨ કરોડનો અંદાજ મુકાયો છે. ઉપરાંત રિંગ રોડ પર ૧૦ બ્રિજ તથા પાણી પુરવઠા, સુએજ પ્લાન્ટ તથા સ્ટ્રોમ વોટરના પ્રોજેક્ટ માટે રૂ.૧૦૦.૫૦ કરડોની પણ જાેગવાઈ કરાઈ છે. આગામી વર્ષમાં સાણંદ ૧૨૬૦ આવાસો, મહેમદાવાદ ૩૩૮ આવસો અને અસલાલી ૪૭૫ આવસો મળી કુલ ૨૦૭૩ આવસોના નિર્માણ માટે રૂ. ૧૭૮.૬૫ કરોડની જાેગવાઈ કરાઈ છે. ૮૭ ટીપીઓ માટે ૬૫ કિમી લંબાઈના નવા તેમ જ રિસર્ફેસ રસ્તા કરવાની કામગીરી પાછળ રૂ.૧૦૦ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે. વોટર સપ્લાયની સુવિધા પૂરી પાડવા રૂપિયા ૧૫૭.૮૮ કરોડ અને જલ જીવ મિશન અંતર્ગત ૪૫ ગામોમાં પાણીની સુવિધા પુરી પાડવા માટે રૂપિયા ૧૦૪.૯૨ કરોડની જાેગવાઈ છે.
Recent Comments