અમદાવાદના વકીલને મારી નાંખવાની ધમકી મળી
રાજસ્થાનમાં કનૈયાલાલની હત્યાના પડઘા આખા દેશમાં પડયા હતા ત્યારે ગુજરાતમાં પણ કોઈ ઘટનાના ઘટે તે માટે સાયબર ક્રાઈમ સક્રિય થઈ છે.નુપુર શર્માના નિવેદન પર કનૈયાલાલે માત્ર એક પોસ્ટ કરી હતી જે પોસ્ટ જ હત્યાનું કારણ બની ગયું હતું ત્યારે આવો જ કોઈ અણબનાવ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં ન બને માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે..જેમાં ખાસ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિવટર પર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખાસ સર્વેલનસ રાખવામાં આવી રહ્યું છે.જેથી હવે સોશિયલ મિડીયા પર સંકળાયેલા શંકાસ્પદ વ્યકિતઓમાંથી ૨૦૦થી ૩૦૦ લોકોની સ્થાનિક એજન્સીઓ દ્રારા તપાસ કરવામા આવી રહી છે.
માત્ર ત્રણ મિનિટ માટે નૂપુર શર્માનો ફોટો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂકનાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટને વોટ્સએપ મેસેજ, ફોનથી ધમકી મળી હતી.જેમાં મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ. જેથી વકીલે નંબર બ્લોક કરી દીધો હતો. બાદમાં વકીલે સાબરમતી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રાગડના આનંદ સ્ક્વેરમાં રહેતા કૃપાલ રાવલએ ૧૩ જૂને વોટ્સએપ સ્ટેટસમાં નૂપુર શર્માના સમર્થનમાં ફોટો મૂક્યો હતો.જાેકે તેના કારણે કોઈની લાગણી દુભાષે તેવું વિચારી ૧૨.૧૬ મિનિટે ડીલિટ કરી દીધો હતો. જાેકે ફોટો ડિલિટ કર્યાના ૨ કલાક બાદ કૃપાલને મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ’ આથી કૃપાલે તે નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ તે જ દિવસે બપોરે કૃપાલને મારી નાખવાની ધમકી આપી હતી. તપાસ અધિકારીઓને લંડનથી સાફિન ગેના નામની વ્યક્તિએ વકીલના સ્ટેટસનો સ્ક્રીનશોટ કેટલાક ગ્રૂપમાં શેર કર્યો હતો એવું જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસે તપાસ કરતા ધમકી આપનાર અન્ય કોઈ નહિ પણ ગુજરાતમાં કચ્છનો એક વ્યક્તિ હોવાનું સામે આવતા કચ્છ પોલીસનો સંપર્ક કરી સાબરમતી પોલીસે ટિમો રવાના કરી આરોપીને લાવવા તજવીજ હાથ ધરી છે.
Recent Comments