અમદાવાદના વાડજમાં દોઢ વર્ષની માસૂમ બાળકી પર એક યુવકે દુષ્કર્મ ગુજાર્યુ છે. વાડજ પોલીસ મથક હદની આ ઘટનામાં પશ્ચિમ બંગાળના યુવકે વિસ્તારમાં રહેવા દરમિયાન એક માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે. યુવકે નજીકમાં જ રહેતી એક બાળકીને બિસ્કીટ ખવડાવવાના બહાને બોલાવીને ઘરમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. બાળકીના પરિવારને જાણ થતા જ બાળકીને સારવાર કરાવી પોલીસને જાણ કરી હતી. વાડજ પોલીસે ઘટના સ્થળે દોડી આવીને દુષ્કર્મની તપાસ શરુ કરી હતી. આ દરમિયાન ૩૪ વર્ષીય આરોપી યુવકને પણ પોલીસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી યુવક સામે કાર્યાવાહી કરી છે.
અમદાવાદના વાડજમાં બાળકીને બિસ્કીટ ખવડાવવાના બહાને બોલાવી દુષ્કર્મપોલીસે પશ્ચિમ બંગાળના યુવકને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી

Recent Comments