અમદાવાદમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૭૭માંથી ૫૧ આરોપીઓ બંધ છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતાં. બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન સાબરમતી જેલની બહાર શાંત માહોલ જાેવા મળ્યો હતો. જેલની બહાર આરોપીઓના પરિવારજનો પણ જાેવા નહોતા મળ્યાં.
જેલમાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી ૩૨ આરોપીઓ હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનો પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે આરોપીઓને સુધારવાની એક તક આપવી જાેઇએ, કેમ કે આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમના પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા ૩ સપ્તાહની માગ કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે, જેથી મહત્તમ સજા થવી જાેઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ આપવામાં આવ્યો હતો. એક ચુકાદાનો હવાલો આપી સરકારી વકીલોએ રજૂઆત કરતાં કહ્યું હતું કે વાલ્મીકિઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય.
સાથે જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જાેઈએ.અમદાવાદમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ ૭૮માંથી ૪૯ આરોપીને ેંછઁછ ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ ૨૯ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના ૪૯ દોષિતની સજાની સિવિલ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી રજૂ કરવામાં આવ્યાં હતાં. આરોપી પક્ષ દ્વારા દોષિતોની મેડિકલ, શૈક્ષણિક લાયકાત અને ઘરની પરિસ્થિતિ અંગેની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી. આજે દોષિતોની સુનાવણી પૂર્ણ થઈ છે. કોર્ટે આરોપીઓનો પક્ષ સાંભળ્યો હતો.
આજે દોષીતોની સજા અંગે કોર્ટમાં સુનાવણી થશે. આજે દોષિતના પક્ષ દ્વારા ઓછી સજાની માંગ કરાશે. જ્યારે સરકાર તરફથી વધુ સજા આપવા અંગે રજુઆત કરવામાં આવશે. દોષીતો સામે લાગેલી કલમો મુજબ મહત્તમ સજા, ફાંસીની સજા અને ઓછી સજા એટલે જનમટીપની સજા થઈ શકે છે.
Recent Comments