fbpx
ગુજરાત

અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં વાઘબકરી ચા બ્રાન્ડના માલિક પરાગ દેસાઈનું નિધનમોર્નિંગ વોક માટે નીકળ્યા હતા એ દરમિયાન તેમના પર કૂતરાઓએ હુમલો કર્યો હતો

ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે મોડી સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. દેસાઈ (૫૦)ને તેમના નિવાસસ્થાન નજીક એક અજીબ દુર્ઘટનામાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમની સારવાર ચાલી રહી હતી પરંતુ તેઓ જીવન સામેની લડાઈ હારી ગયા છે. ગુજરાતમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ટી પ્રોસેસર્સ અને પેકર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું નિધન થયું છે. ચોંકાવનારી વાત એ છે કે તેમનું મોત રખડતા કૂતરાના હુમલાથી થયું હતું.

પરાગ દેસાઈ લોકપ્રિય વાઘ બકરી બ્રાન્ડ ચા માટે જાણીતા હતા. અમદાવાદમાં તેમનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે પરાગ દેસાઈ (૫૦) ગયા અઠવાડિયે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમના પર કૂતરાઓએ હુમલો કર્યો હતો. તેમને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પરાગ દેસાઈના પરિવારમાં તેમની પત્ની વિદિશા અને પુત્રી પરિશા છે. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર દેસાઈ ૧૫ ઓક્ટોબરના રોજ ઈસ્કોન આંબલી રોડ નજીક મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમના પર કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો. તેઓ પડી ગયા હતા અને કૂતરાઓથી ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સમયે પડી જવાથી તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી.

તેમને ઉતાવળે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેઓને શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અહીં તેમની સારવાર ચાલી રહી હતી. બાદમાં ૨૪ કલાક બાદ તેની તબિયત બગડતાં તેમને હેબતપુર રોડ ખાતેની અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરાગ દેસાઈની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે, દેસાઈની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ જીવલેણ સાબિત થઈ હતી અને રવિવારે તેમનું અવસાન થયું હતું. પ્રખ્યાત ચા જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક દેસાઈએ અમેરિકાના ન્યૂયોર્કની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. પરાગ દેસાઈએ વાઘ બકરી ટી ગ્રુપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગના વડા તરીકેની વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દેસાઈ માત્ર ચા પ્રત્યે જ શોખીન નહોતા, પરંતુ તેઓ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્‌સમાં પણ સક્રિયપણે સામેલ હતા અને તેઓ પ્રવાસ અને વન્યજીવનમાં રસ ધરાવતા હતા. તેઓ વર્ષ ૧૯૯૫ માં કંપનીમાં જાેડાયા, જ્યારે આ ગ્રૂપની વેલ્યું રૂ. ૧૦૦ કરોડથી ઓછી હતી, દેસાઈએ વાઘ બકરી ટીને ગ્રુપમાં ફેરવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આજે તેમના નેતૃત્વ હેઠળ કંપની રૂ. ૨,૦૦૦ કરોડથી વધુના ટર્નઓવર સાથે અને ૫ કરોડ કિલોગ્રામ ચાનું વિતરણ કરતી ભારતની અગ્રણી પેકેજ્ડ ચા કંપનીઓમાંની એક બની ગઈ છે. વાઘ બકરી ટી ગ્રુપ ભારતના ૨૪ રાજ્યોમાં કાર્યરત છે અને લગભગ ૬૦ દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે. દેસાઈના વિઝનને કારણે ચાઈ લાઉન્જની શરૂઆત થઈ, જેણે ઈ-કોમર્સ, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર કંપનીની હાજરીને મજબૂત બનાવી હતી.

Follow Me:

Related Posts