fbpx
ગુજરાત

અમદાવાદની એક યુવતીએ યુવકને હનીટ્રેપ ફસાવતા યુવકએ આત્મહત્યા કરી મૃત્યું પામ્યો

એક યુવતીએ તેના લગ્ન નહિ થયા હોવાનું અને માત્ર સમાજના દબાણથી યુવક સાથે રહેતી હોવાનું કહી પતિના નવા બનેલા મિત્રને ફસાવી રૃ.૧૫ લાખથી વધુ રકમ પડાવી લઇ લગ્ન નહિ કરતાં ઠગાયેલા યુવકે હનીટ્રેપ કરનાર યુવતી અને તેને મદદ કરનાર પતિ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના સુરેશ નામના યુવકે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૮માં હું અલકાપુરીના ટુવ્હીલર શો રૃમમાં નોકરી કરતો હતો ત્યારે તપન નામના યુવક સાથે મિત્રતા થઇ હતી.તપન બીમાર પડતાં હું તેની ખબર કાઢવા ગયો ત્યારે નિશા સાથે પહેલીવાર પરિચય થયો હતો.તપને નિશા તેની પત્ની હોવાનું કહ્યું હતું.(તમામ પાત્રોના નામ બદલ્યા છે)પરંતુ થોડા સમય બાદ નિશાએ મને ફોન કરીને મળવાની ઇચ્છા દર્શાવી હતી.તેણે કહ્યું હતું કે,મારા માતા-પિતા નથી,કાકી તપન સાથે લગ્ન કરાવવા દબાણ કરે છે.

હું તને પસંદ કરું છું અને લગ્ન કરવા માંગું છું.જાે તું લગ્ન ના કરે તો મારા આધાર માટે એક બાળક આપ. સુરેશે કહ્યું છે કે,મારા પણ ડીવોર્સ થયા હોવાથી મેં લગ્ન માટે તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ નિશા તેની દાદીને ત્યાં રહેતી હોવાથી અવારનવાર મળતી હતી.આ દરમિયાન નિશા પ્રેગનન્ટ થઇ હતી.હું જ્યારે પણ લગ્ન માટે કહું ત્યારે તે બહાના બતાવતી હતી.મેં સીમંત પ્રસંગ કરી દાગીના-કપડાં આપ્યા હતા તેમજ બાળક માટે એસી,ફ્રિજ, રમકડાં પણ લાવી ડિલિવરીનો તમામ ખર્ચ કર્યો હતો. બાળકનો જન્મ થયો ત્યારે પણ નિશાએ મને ફોન કરી આપણો પુત્ર જન્મ્યો છે

તેમ કહ્યું હતું.હું વારંવાર તેની દાદીને ત્યાં મળવા આવતો હતો.પરંતુ નિશા લગ્ન માટે હંમેશા વાયદા બતાવતી હતી.આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયામાં સેટલ થવાના નામે પણ મારી પાસે રૃ.૧૩ લાખ જેટલી રકમ પડાવી હતી.પરંતુ ફાઇલ મૂકી નહતી.મેં તપાસ કરતાં નિશા અને તપનના લગ્ન થઇ ગયા હોવાનું અને નિશાએ મારાપુત્રના નામ પાછળ તેના પતિનું નામ લખાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.હું તેને મળવા આવ્યો ત્યારે તેની દાદીનું ઘર બંધ હતું.જેથી હું તપનને મળવા ગયો ત્યારે નિશા અને બાળક ત્યાં મળ્યા હતા.આમ નિશાએ મારી સાથે છેતરપિંડી કરી લગ્ન નથી કર્યા.જેથી ગોત્રી પોલીસે નિશા અને તેને મદદ કરનાર તપન સામે ગુનો નોંધ્યો છે.

Follow Me:

Related Posts