fbpx
ગુજરાત

અમદાવાદની કોર્ટમાં વકીલને સાક્ષીએ જ લાફો માર્યો

અમદાવાદમાં કોર્ટમાં કાર્યવાહી દરમિયાન વકીલને સાક્ષીએ લાફો મારવાની ચકચારભરી ઘટના બની છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આ બનાવ બન્યો હતો. અમદાવાદમાં કોર્ટમાં કાર્યવાહી દરમિયાન વકીલને સાક્ષીએ લાફો મારવાની ચકચારભરી ઘટના બની છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આ બનાવ બન્યો હતો. લાફો મારવાની ઘટનાને લઈને વકીલે આરોપી સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટના અમદાવાદમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન બની હતી.

કોર્ટની કાર્યવાહી દરમિયાન સામાન્ય રીતે વકીલો પૂછપરછમાં સાક્ષીઓની પૂછપરછ કરતાં હોય છે અને આ દરમિયાન તેમની ઉલટતપાસ લેતા હોય છે. આ પ્રક્રિયા કોર્ટની કાર્યવાહીની દૈનિક પ્રક્રિયા છે. તેમાં કશું નવું નથી. પણ ઘણી વખત વકીલો દ્વારા લેવામાં આવતી ઉલટ તપાસ દરમિયાન સાક્ષીઓ ઉશ્કેરાઈ જતાં હોય છે અને સાક્ષીઓ ઉશ્કેરાઈ જાય ત્યારે આ પ્રકારની ઘટના આકાર લે છે. જાે કે ઉપસ્થિત પોલીસે વકીલને લાફો મારવાના પગલે સાક્ષીને તરત જ પકડી લીધો હતો અને તેને પકડીને પોલીસ જાપ્તા હેઠળ બહાર લઈ જઈને કારંજ પોલીસની કસ્ટડીમાં પૂરી દેવાયો હતો. પણ આ બનાવના પગલે આખી કોર્ટમાં હોબાળો મચી ગયો હતો અને કોર્ટનું કામકાજ અટકી ગયું હતું. આમ હવે વકીલે સાક્ષી સામે લાફો મારવાની ફરિયાદ બનાવતા સાક્ષી પોતે આરોપી બની ગયો છે, જ્યારે વકીલ ફરિયાદી બન્યો છે. જાે કે સાક્ષી પાછો હાલ જે કેસ ચાલી રહ્યો છે તેમા સાક્ષી તો છે જ.

Follow Me:

Related Posts