અમદાવાદની પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી
અમદાવાદમાં ઉચ્ચ શિક્ષિત અને ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતી યુવતીના ૨૦૧૦માં લગ્ન થયા હતાં, જેના થકી તેમને સંતાનમાં એક પુત્ર છે. પ્રથમ પતિ સાથે મનમેળ ન થતાં યુવતીએ ૨૦૧૮માં છૂટાછેડા લીધા હતા જે બાદ પોતાની કંપનીમાં જાેબ કરતા યુવક સાથે પ્રેમ થતાં તેમણે કોર્ટમેરેજ કર્યા હતાં. આ સમયે બીજા પતિએ સાવકા પુત્રને દત્તક લેવાનું અને તેને તમામ હક આપવાની ખાતરી આપી હતી. પરિણીતા અને તેનો દીકરો સાસરીમાં આવ્યાના થોડાં દિવસ સારી રીતે રાખ્યા બાદ માતા-પુત્રને સાસરીવાળાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પરિણીતા પિરિયડમાં હોય ત્યારે તેને ઘરના ખૂણામાં બેસાડી રાખતા અને કોઈ પણ વસ્તુને અડકવા દેતા ન હતા. આ ઉપરાંત કોર્ટ મેરેજ વખતે પતિએ પરિણીતાને શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવાનું કહ્યું હતું
જે અંગે જ્યારે પણ પરિણીતા કહેતી ત્યારે પતિ અને સાસુ-સસરા ગલ્લાં-તલ્લાં કરતાં અને તેના લગ્નની વાત ટાળતા રહેતા હતા. જાે ઘરમાં કોઇ મહેમાન આવે તો પરિણીતાને બીજા રૂમમાં મોકલી દેતાં, જેથી આવેલા મહેમાનને ખબર ના પડે કે ઘરમાં વહુ છે. પતિ અને સાસુ-સસરા જ્યારે શાસ્ત્રોકત વિધિથી લગ્ન કરીએ ત્યારે મોભા પ્રમાણે સોનાના દાગીના-કપડાંની માગણી કરી હતી. આથી પરિણીતાએ કંટાળીને પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.નારણપુરામાં કોર્ટમેરેજ કરી સાસરે આવેલી પરિણીતાને સાસરિયાં પિરિયડ દરમિયાન ઘરના એક ખૂણામાં જમીન પર બેસાડી રાખી ઘરમાં કોઇ વસ્તુને ના અડવા દઇ, માનસિક ત્રાસ આપતાં હતાં. તેમજ પ્રથમ પતિના પુત્રને દત્તક લેવા અને શાસ્ત્રોકત વિધિથી લગ્ન કરવા પતિ-સાસરિયાં ગલ્લાં-તલ્લાં કરતાં અને લગ્ન દરમિયાન સોના-ચાંદીના ઘરેણાં અને કપડાંની દહેજમાં માગણી કરી ત્રાસ આપતા હતાં. આથી કંટાળેલી પરિણીતાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Recent Comments