અમદાવાદની બંને સિવિલના ૨૯ સ્ટાફના લોકો કોરોના પોઝીટીવ
તબીબી સ્ટાફ સંક્રમિત થતા હોસ્પિટલોના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ ફેલાયો છે. મોટી સંખ્યામાં તબીબી સ્ટાફ જ સંક્રમિત થતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ટીમમાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં ૧૦ જાન્યુઆરીના રોજ કોરોનાના નવા ૬૦૯૭ કેસ નોંધાયા છે. જયારે કોરોનાના લીધે બે વ્યકિતના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા ૨૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩૨૪૬૯ થઇ છે. ગુજરાતમાં ૧૦ જાન્યુઆરીએ નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં ૧૮૯૩, સુરતમાં ૧૭૭૮, વડોદરામાં ૪૧૦, વલસાડમાં ૨૫૧, રાજકોટમાં ૧૯૧, ગાંધીનગરમાં ૧૩૧, ખેડામાં ૧૨૬, સુરતમાં ૧૧૪, મહેસાણામાં ૧૧૧, કચ્છમાં ૧૦૯, નવસારીમાં ૧૦૭, ભાવનગરમાં ૯૩, આણંદમાં ૮૮, ભરૂચમાં ૭૮, ગાંધીનગર જિલ્લામાં ૬૪, વડોદરા જિલ્લામાં ૬૦, રાજકોટ જિલ્લામાં ૫૮, મોરબીમાં ૫૧, જામનગરમાં ૪૭, જૂનાગઢ માં ૩૩ કેસ નોંધાયા છે.ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે.
મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સ સહિત કુલ ૨૯ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. તો જે પૈકી અસારવા સિવિલમાં ૨૨ અને સોલા સિવિલમાં ૭ વોરિયર્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે.નસિવિલમાં સંક્રમિત થયેલા ડોક્ટર હોમ આઈસોલેટ થયા છે.નડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફ સંક્રમિત થતા હોસ્પિટલના અન્ય સ્ટાફમાં ગભરાટનો માહોલ છે.
Recent Comments