અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિરાટનગર વોર્ડની બે શાળનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ બે શાળામાંથી લીલાનગર શાળા નંબર ૨નું નામ શહીદ વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા રાખવામાં આવ્યું છે. તથા લીલાનગર પબ્લિક સ્કૂલનું નામ શહીદ વીર શશીપ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપૂતનું નામ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ કહ્યુ કે,આ શહીદોની વીરતા અને તેમના સાહસને આવનારી પેઢી યાદ રાખે તે માટે કોર્પોરેશન સાથે મળીને આ સ્કૂલના નામ રાખવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલે હાજરી આપી હતી. અમદાવાદ પૂર્વના સાંસદ પટેલ ડો. હસમુખ પટેલ અમદાવાદના પ્રથમ નાગરિક કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ, એએમટીએસ ચેરમેન વલ્લભભાઈ પટેલ સહિત મહાનુભવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સંબોધન કરતા કહ્યું કે, આ શહીદોની વીરતા અને તેમના સાહસને આવનારી પેઢી યાદ રાખે તે માટે કોર્પોરેશન સાથે મળીને આ સ્કૂલના નામ રાખવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી અંતિમ સંસ્કારમાં આવ્યા ત્યારે સૂચન કર્યું હતું કે, આ શહીદને આવનારી પેઢી યાદ રાખે તે માટે વિશેષ કાર્યક્રમ રાખવો.
Recent Comments