ગુજરાત

અમદાવાદની મહિલા ડોક્ટરને હેરાન કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ડોક્ટર મહિલાને હેરાન પરેશાન કરતા ડોક્ટરે મહિલાએ ફરિયાદ નોંધાવી. અમદાવાદના સેટેલાઈટમાં રહેતી અને આનંદનગરમાં ચામડીના રોગનું દવાખાનું ધરાવતી ડોક્ટર યુવતી મેટ્રિમોનિયલ સાઈટ પરથી વાડજના પાર્થ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. કેફેમાં એકાદ – બે મુલાકાત બાદ મહિલા ડોક્ટરે લગ્નની ના પાડવા છતાં યુવક તેની અને મિત્રોની સારવારના બહાને ક્લિનિક ઉપર પહોંચી જતો હતો. મહિલા ડોક્ટરે યુવકનો નંબર બ્લોક કરી દેતા યુવક જુદા જુદા ૧૭ નંબરોથી ફોન અને મેસેજ કરીને હેરાન પરેશાન કરતો હોવાથી મહિલા ડોક્ટરે ફરિયાદ નોંધાવતા સેટેલાઈટ પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.

વારંવાર કહેવા છતાં પાર્થે ફોન ઉપર – પીછો કરીને તેમજ સોશિયલ મીડિયા ઉપર હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખતા આખરે મહિલા તબીબે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવત પીઆઈ ડી.બી.મહેતાએ પાર્થની ધરપકડ કરી હતી. પારિવારિક મિત્રના ઘરે પાર્થના પિતા – બહેનની હાજરીમાં યુવતીને હેરાન ન કરવાની બાંયધરી આપી હતી. તેમ છતાં પાર્થની હેરાનગતિ ચાલુ થઇ જતા આખરે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં મહિલા પોલીસે પણ પાર્થની ધરપકડ કરી હતી.

Related Posts