ગુજરાત

અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલ ફરી એક વાર વિવાદમાં

શહેરમાં આશ્રમ રોડ સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલ ફરી એક વાર વિવાદમાં આવી છે, આ સ્કૂલનું બિલ્ડીંગ લગભગ ૮૬ વર્ષ જૂનું છે અને હાલ ચોમાસાને કારણે શહેરના અનેક જર્જરીત મકાનોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદના આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ સ્કૂલનું સ્ટ્રક્ચર નબળુ હોવાનો ખૂલાસો થયો છે. સ્કૂલની ૮૯ ટકા ઈમારત નબળી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. સરકારી શાખા ય્ઈઇૈં દ્વારા સ્કૂલના સ્ટ્રક્ચર અંગેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સામે વાલીઓએ વાંધા અરજી કરીને પડકાર્યો છે. આ સમગ્ર મામલે વાલીઓએ આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ હોબાળો મચાવ્યો હતો. આ બાબતે વિધ્યાર્થીઓ ના વાલીઓની માગ છે કે સ્કૂલની ઈમારતનો અન્ય સંસ્થા પાસે સર્વે રિપોર્ટ કરાવવામાં આવે અને શાળાની શિફ્ટ બદલવામાં ન આવે.

તેમજ વાલીઓનો શાળા સામે આરોપ છે કે બે વર્ષ પહેલા પણ કહેવામાં આવ્યુ હતુ કે શાળાની ઈમારતનું સમારકામ જરૂરી છે. હાલ સ્કૂલના સ્ટ્રક્ચર બાબતે જે ય્ઈઇૈંનો જે તપાસ રિપોર્ટ આવ્યો છે તે ખોટો હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. જાે કે, આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યુ હતું કે, માઉન્ટ કાર્મેલ સ્કૂલના સ્ટ્રક્ચર અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારની સંસ્થા ય્ઈઇૈં દ્વારા કરાવવામાં આવ્યો છે. આ રિપોર્ટની સત્યતા સામે વાલીઓએ સવાલ ઉઠાવ્યા છે અને તેને પડકારવા માટે વાંધા અરજી પણ આપેલી છે. ડ્ઢઈર્ંએ વધુમાં જણાવ્યુ કે હવે અમે વડી કચેરી સાથે પરામર્શ કરી તેમને વાલીઓની વાંધા અરજી મોકલી આપીશુ અને વડી કચેરીના આદેશને ધ્યાને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સ્કૂલનું સ્ટ્રક્ચર ૮૯.૪૭ ટકા નબળી કેટેગરીમાં આવતુ હોય તો સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને બેસાડવા હિતાવહ જણાતા નથી.

ગયા વર્ષે (ડિસેમ્બર ૨૦૨૩) શાળા દ્વારા વાલી મીટિંગ બોલાવી સ્કૂલ બદલવાનું કહેવામાં આવ્યુ હતુ. મીટિંગમાં વાલીઓને તેમના બાળકોનો આગળનો અભ્યાસ ખાનપુર સ્થિત માઉન્ટ શાળામાં કરાવવામાં આવશે એવું જણાવવામાં આવ્યુ હતુ. તેને લઈને પણ વાલીઓમાં આક્રોશ જાેવા મળ્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે ગત વર્ષે બાજુનું બિલ્ડિંગ ભયજનક કહી સવારની શાળાનો ટાઇમ બપોરનો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે મુખ્ય બિલ્ડિંગનું સ્ટ્રક્ચર યોગ્ય છે. તો સવાલ એ થાય છે કે માત્ર ૫-૬ મહિનામાં જ બિલ્ડીંગના સ્ટ્રક્ચરને શું થઈ ગયું? વાલીઓનો એ પણ આક્ષેપ છે કે શાળા પ્રાઈમ લોકેશન પર આવેલા શાળા પરિસરને વેચવા માગતું હોવાથી ભયજનક હોવાનું બહાનું આપે છે.

Related Posts