અમદાવાદની મેચ પહેલા ધોનીના સાથી ક્રિકેટરે ગુજરાતીમાં CSK ફેન્સને શું કહ્યું? જાણો..
આજથી ૈંઁન્ ૨૦૨૩નો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી જ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ અને એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થવા જઈ રહી છે. આ મેચ પહેલી ધોનીની ટીમના બાપુ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ગુજરાતીમાં પોતાના ફેન્સને એક ખાસ મેસેજ આપ્યો છે. દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાના છે. આ મેચ પહેલા બન્ને ટીમના ખેલાડીઓ તડામાર તૈયારી કરી રહ્યા છે. મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ ગુજરાતમાં અને તે પણ અમદાવાદમાં મેચ થઈ રહી છે ત્યારે ગુજરાતીમાં ફેન્સને ખાસ મેસેજ આપ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જતી વખતે બાપુએ ફેન્સને સંદેશો મોકલ્યો છે. બાપુનો ઝ્રજીદ્ભ ફેન્સને ગુજરાતીમાં આ પ્રકારનો મેસેજ આપ્યો….. ઝ્રજીદ્ભના ટિ્વટર હેન્ડલ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં રવિન્દ્ર જાડેજાએ ખુશી વ્યક્ત કરીને પોતાની વાત કહી છે. ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા જણાવે છે કે, “ઘણાં સમય પછી ફૂલ ક્રાઉડ વચ્ચે રમવાનો મોકો મળ્યો છે, બહુ સારું લાગે છે, તમામ ઝ્રજીદ્ભના ગુજરાતી ફેન્સને કહેવા માગીશ કે તમે આવો અને ટીમને સપોર્ટ કરો. હાલમાં અમે ઓસ્ટ્રેલિયા સામે અહીં ટેસ્ટ મેચ રમ્યા હતા, અહીંના લોકોનો જે ઉત્સાહ છે તે જાેઈને બહુ જ સારું લાગે છે.
હું એટલું જ કહીશ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે ત્યારે તમે અહીં આવો અને ઝ્રજીદ્ભની ટીમને સપોર્ટ કરો.” હાલમાં જ બીસીસીઆઈ દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટ કરીને ખેલાડીઓને અલગ-અલગ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે, જેમાં રવિન્દ્ર જાડેજાને છ ગ્રેડમાંથી પ્રમોટ કરીને છ ગ્રેડમાં મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા ગુજરાતનો ક્રિકેટર છે માટે મોટી સંખ્યામાં હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સને સપોર્ટ કરવા માટે દર્શકો પહોંચશે ત્યારે જાડેજાએ પણ ગુજરાતીમાં વાત કરીને પોતાની ટીમના ફેન્સને મોટી સંખ્યામાં હાજરી આપવા માટે જણાવ્યું છે.
Recent Comments