અમદાવાદના રામોલની ૩૧ વર્ષીય સાધનાના લગ્ન માણસાના દેલવાડ ગામના શૈલેષ પટેલ સાથે વર્ષ ૨૦૧૬માં થયા હતા. વર્ષ ૨૦૧૮માં પતિ-પત્ની પેરિસ રહેવા ગયા હતાં, જયાં યુવતીનું રહસ્યમ મોત થયું હતું. યુવતીના ભાઇ ગૌરવ લાબાડાએ એડવોકેટ અયાઝ શેખ મારફત ગાંધીનગર જિલ્લા પોલીસ વડા, ભારત અને ફ્રાંસ એમ્બેસી, પેરિસના મેયરને અરજી કરી બહેનની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે અંગે તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માગ કરી છે.
રામોલની યુવતીની પેરિસમાં હત્યા થઇ છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય ઘેરાતું જાય છે. પેરિસ પોલીસની તપાસમાં યુવતીનો પતિ આફ્રિકા અને તેનો દીયર લંડન ગયા હોવાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ મૃતક યુવતિના ભાઇને ભારત એમ્બેસીએ મેઇલ દ્વારા કરી છે. યુવતિનો મૃતદેહ ટ્રાઇલ-સુર-સીન શહેરની પાસે નદીમાંથી મળ્યો હતો. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કર્યું છે અને ગુનાની તપાસ શરૂ કરી છે.
Recent Comments