ગુજરાત

અમદાવાદની યુવતીનું સફળ કાઉન્સેલિંગ કરતી હેલ્પલાઈન ટીમ

હેલ્પલાઇન અને મનોચિકિત્સકની મદદ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરાવવામાં આવ્યું હતું. યુવતીને સમજાવાયું કે લગ્ન એવી વ્યકિત સાથે કરાય જેમાં બન્ને પક્ષને એકબીજા માટે સન્માન અને પ્રેમ હોય. પરતું તે જે રસ્તે જઇ રહી છે તે રસ્તા પર બે પરિવારની જિંદગી ખરાબ થશે. હાલ તે ભણવા પર ધ્યાન આપે.પરિવારના કેટલાક સંબંધો એટલા નાજુક હોય છે કે તેની ભેદરેખાને પાર કરી દેવાય તો સંબંધોને આળ ચઢતા વાર નથી લાગતી. વડોદરામાં રહેતી મોટી બહેનના ઘરે રહીને ભણતી દીકરીને તેના જીજાજી સાથે પ્રેમ થઇ જતા તેણે લગ્ન કરવા જીદ પકડી હતી.વારંવાર ઘર છોડીને જતી રહેતી દીકરીથી ત્રસ્ત માતાએ હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માગી હતી.

પરિવારે આબરૂ જવાના ડરે દીકરીને મનોચિકિત્સક પાસે મોકલી હતી. પરતું એકપક્ષીય સંબંધ હોવાનું જાણવા મળતા મનોચિકિત્સકે બન્ને વચ્ચેનું અંતર રાખવા સલાહ આપી હતી નાની દીકરીને જીજાજીથી દૂર રખાતા ઘરમાં તોડફોડ કરે છે. ચીસો પાડે છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી. અમદાવાદમાં રહેતા ડ્રાયફૂટના વેપારીને સંતાનમાં બે દીકરીઓ છે. મોટી દીકરી લગ્ન કરીને બરોડામાં પતિને ઘરે રહે છે. જયારે નાની દીકરીએ એમ. એસ. યુનિવર્સિટીમાં એમસીએ કરવા એડમિશન લીધું હતું. શરૂઆતમાં પરિવારના લોકોને આ યુવતીનું વર્તન સાળી અને જીજાજીના સંબંધોની જેમ મસ્તીના લાગતા હતા. પરતું ધીરે- ધીરે તેમની દીકરીનું વર્તન શરમજનક સ્થિતિમાં મૂકે તેવું થવા લાગ્યુ હતુ. દીકરીની માતાએ ફોનમાં એવી ફરિયાદ કરી હતી કે, તેણે પોતાની સગી બહેનને ધમકી આપવાનું શરૂ કર્યુ છે. અને વારંવાર માતા-પિતાને પણ આત્મહત્યા કરી દેવાની ધમકી આપે છે. તેને બહેનના ઘરે જવાની ના પાડી દેતા તે ઘર છોડીને જતી રહે છે. તેના લીધે પરિવારને સતત ચિંતા રહ્યા કરે છે.

Related Posts