અમદાવાદની વાડજ ખાતે આવેલ હોટલમાંથી કેન્યાની મહિલાની ધરપકડ કરાઇ
ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે જૂના વાડજમાં આવેલ એક હોટલમાંથી કેન્યાની એક મહિલાની ધરપકડ કરી લીધી છે. મહિલા હોટેલમાં રોકાઈ છે, અને જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચીની તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે મહિલા પાસે જે વિઝા છે, તે બિલકુલ ખોટા છે અને જે આધારે પોલીસે કાર્યવાહી કરી અને મહિલાને લઈ ક્રાઈમ બ્રાન્ચ આવી.
મળતી માહિતી પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.ને માહિતી મળી હતી કે એક મહિલા જે જૂના વાડજમાં આવેલ હોટેલ રેડ એપલમાં એક મહિલા રોકાઈ છે અને જે મૂળ કેન્યા છે. પરંતુ તેની પાસેના વિઝા ખોટા છે જેથી ક્રાઈમ બ્રાન્ચ ત્યાં પહોંચી તપાસ શરૂ કરી અને વિઝા અને પાસપોર્ટની પાસપોર્ટ ઓફીસમાં તપાસ કરતા તે ખોટા નામે હોવાનું જાણવા મળ્યું અને જેથી મહિલાની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. આમ કેન્યાની મહિલાને ખોટું કામ કરી અને ગેરકાયદેસર રોકાણ કરવો ભારે પડ્યો છે.
તપાસમાં સામે આવ્યું છે.કે મહિલા ગત ૨-૩-૨૧ થી ૨૧-૮-૨૧ સુધીના વિઝા લીધા હતા પરંતુ હવે ક્રાઈમ બ્રાન્ચે મહિલા સામે ઇ.પી.કો કલમ ૪૧૯,૪૨૦,૪૬૫,૪૬૮,૪૭૧,૪૭૩ અને ફોરેન એક્ટ ૧૯૪૬ ની કલમ ૧૪(એ) ૧૪ (બી) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સવાલ એ છે કે આ મહિલા ખોટા વિઝા લઈ ને ભારત કેમ આવી હતી અને તેની પાછળનો તેનો ઉદેશય શું હતો.
Recent Comments