અમદાવાદના દસક્રોઈની પાલડી કાંકજ શાળામાં વિદ્યાર્થીઓના એડમીશન અને હાજરીને લઈ આચરવામાં આવેલ કૌભાંડ સામે આવ્યુ હતુ. શાળામાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓને ખોટા એડમીશન આપવામાં આવ્યા હતા. તેમજ માન્ય વિનાના ધોરણનુ પણ સંચાલન કરવામાં આવ્યુ હતુ. જેને લઈ ભાંડો ફૂટતા સ્થાનિક શિક્ષણ વિભાગે ફરિયાદ આધારે તપાસ શરુ કરી હતી. જેને લઈ અસલાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી શાળા પર કરવામાં આવી છે. શારદા તીર્થની ધોરણ ૬ થી ૮ ની માન્યતાને રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળા સંચાલકને ૧ લાખ રુપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. આમ હવે કૌભાંડ બહાર આવ્યા બાદ શિક્ષણ વિભાગે આકરી કાર્યવાહી કરી છે. આ પહેલા પોલીસે શાળા સંચાલકની ધરપકડ કરી હતી. જ્યારે પ્રાથમિક સરકારી શાળાના આચાર્યની પણ ધરપકડ કરવા માટે શોધખોળ શરુ કરવામાં આવી છે.
અમદાવાદની શારદા તીર્થ શાળાની ધોરણ ૬ થી ૮ ની માન્યતાને રદ કરવાનો આદેશશાળા સંચાલકને ૧ લાખ રુપિયા દંડ ફટકારાયો, શાળામાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓને ખોટા એડમીશન આપવામાં આવ્યા હતા

Recent Comments