અમદાવાદની સગીરા સોશિયલ મીડિયાના દ્વારા મુંબઈના બે શખ્સો દ્વારા ફસાવી
અમદાવાદની સગીરા સોશિયલ મીડિયાના દ્વારા મુંબઈના બે શખ્સો દ્વારા ફસાવી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ માટે આંખ ઉઘાડનારા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ વાપરતી સગીર વયની છોકરીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતાના નામે પ્રેમજાળમાં ફ્સાવી બાદમાં મોડેલિંગ અને ડાન્સના શોમાં ભાગ લેવાના બહાને મુંબઈ બોલાવવાનો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શેલા ગામમાં આવેલા વૈભવી બંગલામાં રહેતી અને ધો.૧૨માં અભ્યાસ કરતી વેપારીની દીકરીને મુંબઇના બે યુવકોએ ઇન્સ્ટાગ્રામ થકી પ્રેમજાળમાં ફ્સાવી મોડેલિંગ અને ડાન્સના શોમાં મોકલવાના બહાને મુંબઈ બોલાવી હતી. પરંતુ સગીરાએ ના પાડતા અમદાવાદમાંથી આવી યેનકેન પ્રકારે સગીરાને મુંબઈ જતી ટ્રેનમાં બેસાડી દીધી હતી. જેની જાણ પોલીસે સગીરાને શોધી તેના પરિવારને સોંપી હતી.
સગીરા આ યુવકોની ધમકીથી ડરી ઘાટલોડિયામાં ટયૂશન જવાના બહાને કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે પ્લેટફેર્મ પર જાવેદ મલિક નામક શખસ તેને મળ્યો હતો. તેણે મુંબઈમાં રહેવાની સગવડ કરી આપવાનું કહી સગીરાને અન્ય સીમકાર્ડ લઈ આપ્યું હતું. ત્યાં અન્ય બે યુવતીઓના નંબર આપી તેમને મળવા કહ્યું હતું. બીજી તરફ સગીરાને તેના પિતા રાતે ૮ વાગે પરત લેવા જતા સગીરા ક્લાસીસમાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા તેની બહેનપણીએ સગીરા મુંબઈના આદિલ નામના શખ્સ સાથે પ્રેમસંબંધ હોવાનું કહ્યું હતું. પોલીસને જાણ કરતા પોલીસે તુર્ત જ સોશિયલ મીડિયામાં ગુમ થયાની પોસ્ટ મુકી હતી. પોલીસ તપાસમાં સગીરા આદિલ અને ઓવેઝ નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતી હતી.
વડોદરા રેલવે પોલીસના કોઈએ આ પોસ્ટ જાેઈ હતી. વડોદરા ટ્રેનમાં આ સગીરા મુસાફરી કરતી હોવાનું જણાતા આરપીએફએ તેનો કબજાે લીધો હતો. બાદમાં સગીરાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર મુંબઈના આદિલ નામના શખ્સ સાથે પ્રેમ થયો હતો. બાદમાં તેના મિત્ર ઓવેઝ જે મુંબઈમાં રહે છે તેની સાથે મિત્રતા થઈ હતી. બંને સાથે સગીરા ફોન પર વાતચીત કરતી હતી. ઓવેઝે ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ તસવીરો અને મેસેજ કર્યા હતા. પોતાને એક્ટિંગ અને ડાન્સિંગનો શોખ હોવાથી તેને મુંબઈ આવવા માટે જણાવતાં હતા. ૧૩ ઓગસ્ટના રોજ આદિલ અને ઓવેઝે મુંબઇ આવવા કહ્યું હતું. પરંતુ સગીરાને કંઈક અજુગતું થાય એમ લાગતા જવાની ના પાડી હતી. જેથી આદિલ અને ઓવેઝે તેને અમદાવાદ આવી ઉઠાવી જવાની ધમકી આપી હતી.
Recent Comments