અમદાવાદની સીટી સેશન્સ કોર્ટ દ્વારા કેપ્ટન અજય ચૌહાણના આગોતરા જામીન ના મંજૂર
ગુજસેલના તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણની મુશ્કેલીમાં વધારો થયો છે. કેપ્ટન અજય ચૌહાણે, અમદાવાદની સીટી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સેશન્સ કોર્ટે કેપ્ટન અજય ચૌહાણના આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. ગુજસેલના કાર્યકાળ દરમિયાન કેપ્ટન અજય ચૌહાણ સામે અનેક પ્રકારની ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ થયા હતા જે બાદ કેપ્ટન અજય ચૌહાણ સામે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં ગુનો નોંધાયો છે.
Recent Comments