અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર ૩૧ જાન્યુ.સુધી બંધ રહેશે
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. કારણકે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. જેના પગલે મોટા ભાગના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.અમદાવાદમાં કોરોના કેસ વધતા કેમ્પ હનુમાન મંદિર બંધ કરાયુ છે.
એકદમથી કેસમાં ઉછાળો આવતા આજથી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરાયો. ૩૧ જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ જાેઈને મંદિરના ટ્રસ્ટી ર્નિણય લેશે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલુ કેમ્પ હનુમાનનું મંદિર ભક્તોની આસ્થાનું મોટુ કેન્દ્ર છે. ત્યાં રોજ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે. હાલમાં રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ કેસ અમદાવાદમા છે. આ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હંમેશા રહેતી હોય છે. ત્યારે મંદિરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ૩૧ જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે કોરોના વાયરસની મહામારીના કારણે અમદાવાદમાં અગાઉ લોકડાઉન બાદ કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
જે ૨૪૮ દિવસ પછી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ. ભક્તોની વારંવાર રજૂઆત બાદ આર્મી કેન્ટોન્મેન્ટ અને ટ્રસ્ટીએ મંજૂરી આપતા કેમ્પ હનુમાનનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતુ. હવે ફરી કેમ્પ હનુમાન મંદિર બંધ કરાતા શ્રદ્ધાળુઓમાં નિરાશા જાેવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જેને લઇને રાજ્યના મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, દ્વારકાધીશ મંદિર, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
Recent Comments