અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ ૧૦૮ કરોડ રૂપિયામાં નવેસરથી બનશે. અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના ભ્રષ્ટાચારનો સીમાસ્તંભ બનેલો હાટકેશ્વર બ્રિજ ૧૦૮ કરોડ રૂપિયામાં નવેસરથી બનશે. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ ૧૦૮ કરોડ રૂપિયામાં નવેસરથી બનશે. અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના ભ્રષ્ટાચારનો સીમાસ્તંભ બનેલો હાટકેશ્વર બ્રિજ ૧૦૮ કરોડ રૂપિયામાં નવેસરથી બનશે. અમદાવાદમાં ૨૦૧૭માં બનેલો હાટકેશ્વર બ્રિજ ૫૦ વર્ષની ગેરંટીથી બન્યો હતો, પરંતુ તેની ગુણવત્તા એટલી નબળી હતી કે તેને બન્યાના વર્ષમાં જ પોપડા ઉખડવા માંડ્યા હતા અને ચાર વર્ષમાં તો તેને બંધ કરી દેવો પડ્યો હતો. આમ અમદાવાદનો હાટકેશ્વરનો બ્રિજ બનતા પ્રજા હેરાન થઈ હતી
અને હવે તેને તોડવામાં લગભગ વર્ષ જેટલો સમય લાગશે તેમા પ્રજા હેરાન થઈ છે અને હવે બનતા બેથી અઢી વર્ષ બનશે તેમા પણ પ્રજા હેરાન થશે. આમ ભ્રષ્ટાચારનો ભોરિંગ કેટલી હદ સુધી વ્યાપ્ત છે તેનો નમૂનો આ હાટકેશ્વરનો બ્રિજ છે. તેમા પણ આ બ્રિજ બનાવનારી કંપની અજય ઇન્ફ્રા.ને પાછું અમદાવાદના જ પલ્લવ ચાર રસ્તાના ઓવરબ્રિજનું કામકાજ સોંપાયુ છે. અજય ઇન્ફ્રાનો ભ્રષ્ટાચાર બહાર આવતા પલ્લવ બ્રિજનું કામ પણ એક વર્ષ માટે થંભાવી દેવાતા તે એક વર્ષ પાછળથી ચાલે છે. હાટકેશ્વર બ્રિજની સામગ્રીનો લેબ ટેસ્ટ કરાયો તો ખબર પડી છે કે કોન્ટ્રાક્ટરે દરેક માલસામગ્રીને લઈને નિયમોનો ભંગ કર્યો છે. તેમા કોઈપણ પ્રકારના માપદંડ જાળવ્યા નથી. આ બ્રિજ બનાવવા માટે લોખંડથી લઈ કપચી સુધી બધાની ગુણવત્તા અત્યંત હલકી છે.
જાણે રીતસરનો પ્રજાના નાણાનો દુર્વ્યય કરવાની મ્યુનિ.ને આદત પડી ગઈ હોય તેવી સ્થિતિ છે. પ્રજાના રૂપિયાનું કોઈ ધણીધોરી ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અગાઉ આ ઓવરબ્રિજ ૫૨ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હતો અને હવે ૧૦૮ કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આ રૂપિયા કોની પાસેથી વસૂલવામાં આવશે તે મોટો સવાલ છે. અહેવાલમાં બ્રિજના બાંધકામમાં એક નહીં પણ અડઢક ખામીઓનો ઉલ્લેખ થયો હતો. મુંબઈ બેઝ ઈ ક્યુબ કોન્ક્રીટ કન્સલ્ટીંગ કંપની દ્વારા કરાયેલા દ્ગડ્ઢ્ એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં બ્રિજના કોર સેમ્પલ લઇ તેનું અલ્ટ્રા પલ્સ વેલોસીટી ટેસ્ટ, કોર ડેન્સિટી, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સિમેન્ટ કોન્ટેન્ટ જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
છસ્ઝ્ર અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ મુજબ ૪૫ મીટર સ્પાનના ઁજીઝ્ર બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો હતો છે કે, જેટલી મજબૂત બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથાભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે. દ્ભઝ્ર્ કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા કોંક્રિટ કોર સેમ્પલ લઇ તેનો રિપોર્ટ છસ્ઝ્ર ને સુપરત કરવામાં આવ્યો હતો. જેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા હતા. રિપોર્ટ માટે સંસ્થાએ બ્રિજના જુદા જુદા ભાગોથી ૧૨ સેમ્પલ સીધા હતા.
આ સેમ્પલ કેટલા ટન વજન સહન કરી શકે તે માટેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. રિપોર્ટ આવતા જાણવા મળ્યું કે, જે બ્રિજની ૩૩.૭૫ ન્યુટન/સ્ક્વેર મિલીમીટર વજન સહન કરવાની ક્ષમતા હોવી જાેઈએ, તે માત્ર ૫ થી ૯ ન્યુટન/સ્ક્વેર મિલીમીટર વજન સહન કરતા તૂટી જાય છે. બીજી રીતે સમજીએ તો, જે બ્રિજના ૧ મિલીમીટર જગ્યા ઉપર ૪.૫ કિલો વજન સહન થવું જાેઈતું હતું, તે માત્ર ૧ કિલો વજન સહન કરતા જ તૂટી જાય છે. વિવાદોમાં આવેલો હાટકેશ્વર બ્રિજ ૫૨ કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો. હાલ આ બ્રિજ ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. બ્રિજ પર અવરજવર બંધ કરાઈ છે. બ્રિજ માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કરવા માટે કોઈ કોન્ટ્રાકટર તૈયાર થતા ન હતા ત્યારે કૉર્પોરેશન દ્વારા ચોથી વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું છે અને આ ટેન્ડર ક્વોલિફાઈ થઈ ગયું છે. રાજસ્થાનની વિષ્ણુ પ્રસાદ આર. તંગાલિયા દ્વારા બીડ કરવામાં આવ્યું છે.
Recent Comments