અમદાવાદમાંથી એનસીબીએ ૨૦ કરોડના કોકેઇન સાથે આફ્રિકન પેડલરને ઝડપી પાડ્યા
અમદાવાદમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી એક વિદેશી નાગરિકને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી ૨૦ કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એનસીબીની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી કોકેઈનના જથ્થા સાથે આફ્રિકન ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. ડેરિક પિલ્લાઈ નામનો આ વિદેશી નાગરિક દોહાથી અમદાવાદની ફ્લાઈટમાં આવ્યો હતો. જેની પાસેથી કોકેઈનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રિય બજારમાં ૨૦ કરોડ રૂપિયા જેટલી કિંમત થવા જાય છે.
Recent Comments