ગુજરાત

અમદાવાદમાંથી પોલીસે ચાર મહિલાઓને ૨૧૪ બીયરના ટીન સાથે ઝડપી પાડી

દારૂની ખેપ મારવા માટે હાઇપ્રોફાઇલ મહિલાઓની જેમ ટ્રેનમાં બેસીને અમદાવાદ આવતી ચાર યુવતીઓને કૃષ્ણનગર પોલીસે ૨૧૪ બીયરના ટીન સાથે ધરપકડ કરી છે. મહારાષ્ટ્રની ચારેય યુવતીઓ દારૂનો જથ્થો બેગમાં મુકીને ટ્રેનના અલગ અલગ કોચમાં બેસી જતી હતી અને અમદાવાદ આવીને બુટલેગરને દારૂનો જથ્થો આપતી હતી. મુસાફરી દરમિયાન એકબીજા સાથે વાત પણ કરતી ન હતી જેથી કોઈને શંકા ન જાય અને ફિલ્મી સ્ટાઈલે દારૂની હેરાફેરી કરનાર આ મહિલાઓ ઝડપાઇ જતા જે તે બુટલેગર સામે પણ કાર્યવાહી કરવાનું પોલીસે શરૂ કર્યું છે.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.જે.ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે નવા નરોડા વિસ્તારમાં આવેલી નવી કેનાલ પાસે મહારાષ્ટ્રની કેટલીક યુવતી વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થવાની છે. બાતમીના આધારે કૃષ્ણનગર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. જેમાં ચાર યુવતીઓ ત્યાથી પસાર થઇ હતી તેમને જાેતાની સાથે પોલીસે તેમની અટકાયત કરી હતી અને થેલાની તલાશી લીધી હતી. પોલીસને યુવતીના થેલા માંથી બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

કૃષ્ણનગર પોલીસે મહારાષ્ટ્રની અલગ અલગ જગ્યા પર રહેતી લક્ષ્મી માછરે, પુર્ણીમા ભાટ, પુજા તમાઉચીકર અને સુનિતા ટીડેગેની ૨૧૪ બીયરના ટીન સાથે ધરપકડ કરી છે. આ મહિલાઓ કુબેરનગરમાં રહેતા બુટલેગર તેજસ તમચેને આ બીયરનો જથ્થો આપવાની હતી.

Related Posts