અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી થયા સક્રિય, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો ફરી સક્રિય થયા હોય અને શનતીધોળવાનો પ્રયાસ કર્યો હોય તેવો એક કિસ્સો બન્યો છે, અમદાવાદ શહેરનાસોલા અને બોપલ વિસ્તારમાં રહેતા બે યુવકો કાર લઈને ચાંદલોડિયા દુર્ગા વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક માથાભારે તત્વોએલૂંટનાઈરાદેકારનેરોકીને બંને યુવકોને માર મારી છરીથી નાક વાઢી નાખ્યું હતું. યુવક ઈજાગસ્ત થતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી સોલા પોલીસે હત્યાનીકોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં સોલામાં આવેલા ફોરમ બંગ્લોઝમાં રહેતા 21 વર્ષીય પ્રયાગ પટેલ અને મિત્ર દેવ રાઠોડરાત્રિએરાણીપમાંમિત્રનો જન્મ દિવસ ઉઝવી પરત ફરી રહ્યા હતા. દરમિયાન દુર્ગા વિદ્યાલય પાસે રસ્તામાં છ યુવકોબાઈક પર સવાર બે યુવકોને હેરાન કરી રહ્યા હતા. આ સમયે કારને જોતાં જ યુવકો કારમાં સવાર પ્રયાગ અને દેવને ઉતારી ઢોર માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ પ્રયાગનેછરીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. બંને યુવકોને ગંભીર ઈજા થતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હુમલાખોરો બાદમાં ફરાર થઈ ગયા હતા. પ્રયાગને લોહી નીકળતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાનીકોશિષનો ગુનો નોંધીનેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments