અમદાવાદમાં અસારવામાંથી આપના ઉમેદવાર મેવાડા પાસે ૯ કરોડની છે મિલકત
અમદાવાદમાં જુદી જુદી બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ મળી કુલ ૧૬ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપના દાણીલીમડા બેઠક પરના નરેશ વ્યાસ, ઠક્કરબાપાનગરના કંચન રાદડિયાએ ફોર્મ ભર્યું હતું. નરેશ વ્યાસ સામે ચેક રિટર્નની ફરિયાદ થઈ હતી. તેમની પાસે ૧૦ લાખની સ્થાવર મિલકત છે. જ્યારે રૂ. ૨ હજાર રોકડા છે. ગત મહિને જ તેમની સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ થઈ છે. ઠક્કરબાપાનગરના ભાજપના ઉમેદવાર કંચન રાદડિયાએ એફિડેવિટમાં ૩ લાખ રોકડ, ૪ લાખની કાર, ૧૦ તોલા સોનું મળી ૩૯ લાખની મિલકત દર્શાવી છે. જાે કે, તેમના પતિ પાસે ૪ લાખ રોકડા, ૨૦ તોલા સોનું અને વાહન મળી ૧૩.૩૪ લાખની મિલકત દર્શાવાઈ છે.
પતિ-પત્ની બંનેના નામે અમરેલીમાં જુદા જુદા સરવે નંબરની ૭૩૯૩૨ ચોરસ મીટર જ્યારે તેમના પતિ પાસે ૧૦૬૩૮૨ ચોરસ મીટર ખેતીની જમીન છે. બંને પાસે રહેલી જમીનની કુલ કિંમત ૨.૨૦ કરોડ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત સૈજપુર અને નરોડા પાટિયા ખાતે ૧ કરોડનું મકાન છે.આમ આદમી પાર્ટીના અસારવાના ઉમેદવાર જ્યંતી મેવાડા પાસે હાથ પર ૪.૬૦ લાખ જ્યારે તેમના પત્ની પાસે ૪.૩૨ લાખ રોકડ છે. આ ઉપરાંત ૧૦ તોલા સોનું, ૩૨ લાખની વૈભવી કાર સહિત વિવિધ બચત-થાપણો મળી ૧.૧૬ કરોડની મિલકત છે. જ્યારે પત્નીના નામે ૩૮ તોલા સોનું, ૨.૨૫ કરોડના મ્યુચ્યુઅલ ફંડ સહિતની બચતો છે. સ્થાવર મિલકત પણ પતિ-પત્નીના નામે ૧૩ કરોડની છે.
Recent Comments