અમદાવાદમાં આવકવેરા વિભાગે બોગસ ડોનેશન અને ટેકસ કૌભાંડના સંદર્ભમાં ૯૦ જગ્યાએ દરોડા પાડ્યા
બોગસ ડોનેશન અને ટેકસ કૌભાંડના સંદર્ભમાં આવકવેરા વિભાગે અમદાવાદમાં ૯૦ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આયકર વિભાગે શહેરમાં વધુ ૬ જગ્યા ઉમેરીને કુલ ૯૬ જગ્યાએ દરોડાની કાર્યવાહી પણ યથાવત્ રાખી હતી. દરોડા દરમિયાન આયકર વિભાગને મોટી સંખ્યામાં બાનાખત અને મોટી રકમના ચેક અને રોકડના વ્યવહારો મળી આવ્યા છે. આયકર વિભાગને પ્રોપર્ટીમાં રોકાણ કર્યા હોવાના દસ્તાવેજાે મળી આવ્યા છે. જ્યારે રોકડા અને ચેકથી કરેલી ખરીદ વેચાણના વ્યવહારોમાં સંડોવાયેલા લોકોની માહિતી મળી છે. બુધવારે દેશભરમાં શરૂ થયેલા આયકર વિભાગના દરોડામાં રાજ્યમાં કુલ ૧૨૫ જગ્યાએ દરોડા પડાયા હતા. જ્યારે શહેરમાં સૌથી વધારે ૯૬ જગ્યા દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
ઇન્કમટેકસ અધિકારીઓની મોટી ટીમ બીજા રાજ્યોમાંથી બોલાવવામાં આવી છે. આયકર વિભાગના ૫૫૦ કરતા વધારે અધિકારીઓ અને એસઆરપીના ૩૫૦ કરતા વધારે કર્મચારીઓને આ દરોડામાં સામેલ કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન સિલ્વર ઓક યુનિવર્સિટીના સંચાલકો પાસેથી મોટા પ્રમાણમાં રોકડ, ચેકના વ્યવહારો મળ્યા હતા. આ ઉપરાંત બેનામી મિલકતોમાં કરવામાં આવેલા રોકાણો મળી આવ્યા છે. જ્યારે રાજકીય પક્ષો પાસેથી આયકર વિભાગને ધાર્યા કરતા વધારે દસ્તાવેજાે મળી આવ્યા છે. જેના આધારે ટૂંક સમયમાં બીજા દરોડા પડે તેવી શકયતા છે.
Recent Comments