ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજાે અને તેની સાથે જાેડાયેલી સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી જાહેર કરી હતી, પરંતુ ૧૧ નવેમ્બરે જાહેર કરેલા ઇન્ટરવ્યૂ માટેના નોટિફિકેશનમાં ચાર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ-૧ની કુલ ૨૬ જગ્યા સામે માત્ર ૧૨ ઉમેદવાર જ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે. જાે તમામ ઉમેદવારો પાસ થાય તો પણ સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ વર્ગ-૧ની ૧૪ જગ્યા ખાલી રહેશે, જેને આવતા વર્ષે નવા ભરતી કેલેન્ડરમાં સમાવાશે. મેડિકલ કોલેજાેમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે જાહેર કરાયેલી જગ્યાઓ સામે ઉમેદવારો જ મળતા નથી.
આ વર્ષે મેડિકલ કોલેજાેમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી જાહેર કરાઈ હતી, પરંતુ ખાસ કરીને ટીબીના વિષયમાં જાહેર કરેલી જગ્યાઓ સામે ઉમેદવારો મળી રહ્યા નથી, જેથી ખાલી જગ્યાઓ આવતા નવા ભરતી કેલેન્ડરમાં ટ્રાન્સફર કરાશે. તજજ્ઞોના મતે, પ્રાઇવેટમાં સારા પગારની પ્રેક્ટિસને કારણે અમુક વિષયોમાં ઉમેદવારો મળતા નથી. ઉપરાંત આ વિષયોમાં ભરતીમાં મગાયેલી શૈક્ષણિક લાયકાત પૂરા કરનારા ઉમેદવારો પણ ઓછા છે, કારણ કે અભ્યાસના શરૂઆતના તબક્કા બાદ જ સારી નોકરી મળી રહે છે.
Recent Comments