અમદાવાદમાં ઇસ્કોન મંદિર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી
અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.તેમણે ભગવાનની આરતી પણ ઉતારી હતી. મુખ્યમંત્રી આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવના લોકોત્સવમાં જનઉમંગમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થ રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યા માં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments