અમદાવાદમાં એક પરિણીતા સાથે તેના સસરા દ્વારા ખરાબ વર્તન કરાયું

સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલી એક ચાલીમાં પરિણીતા તેના પતિ, પુત્ર અને સસરા સાથે રહે છે. પરિણીતા સાથે છેલ્લા છ વર્ષથી સસરા અવાર નવાર ઝઘડો કરીને ત્રાસ આપે છે. ગત, રવિવારે બપોરે પરિણીતાનો પતિ નોકરી અને પુત્ર ટયુશનમાં ગયો હતો, ત્યારે પરિણીતા ઘરે એકલી હતી. પરિણીતાએ તેના સસરાને કહ્યું કે, તમે મારા પતિ વિરુદ્ધ પેપરમાં કેમ છપાવો છો? જેથી સસરાએ ઉશ્કેરાઈ જઇને પરિણીતાનો હાથ પકડી લીધો હતો. બાદમાં તું મારી બધી જ ઇચ્છાઓ પૂરી કરીશ તો હું તમારા વિરુદ્ધમાં કરેલી તમામ અરજીઓ પાછી ખેંચી લઇશ. જાેકે પરિણીતાએ ના પાડતા સસરા બિભત્સ શબ્દો બોલ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પરિણીતાએ તેના પતિને કરી હતી. બાદમાં પરિણીતાએ કૃષ્ણનગરમાં સસરા સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.સૈજપુર-બોઘામાં રહેતી પરિણીતાને તેના સસરાને કહ્યું કે, તમે મારા પતિ વિરુદ્ધમાં કેમ પેપરમાં છપાવો છો તેમ કહ્યું હતું, જેથી સસરાએ પરિણીતાનો હાથ પકડીને કહ્યુ કે, તું મારી બધી ઇચ્છાઓ પૂરી કરીશ તો હું તમારા વિરુદ્ધમાં કરેલી તમામ અરજીઓ પરત ખેંચી લઇશ તેમ કહીને છેડતી કરી હતી. આ અંગે પરિણીતાએ કૃષ્ણનગરમાં સસરા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments