અમદાવાદમાં એક મહિલા અને દિવ્યાંગ શખ્સ પાસેથી ૯.૮૪૮ ગ્રામ ગાંજાે મળી આવ્યો
ર્જીંય્ ક્રાઈમે ૯ કિલોથી વધુ ગાંજા સાથે એક મહિલા સહિત ૨ લોકોની ધરપકડ કરી છે. ર્જીંય્ને મળેલી બાતમીના આધારે એક મહિલા અને દિવ્યાંગ શખ્સને બાતમીના આધારે ઝડપી લઈ ૯૮ હજારથી વધુનો ગાંજાે જપ્ત કરવામાં આવ્યો છે. આ બંને ગાંજાની ડિલિવરી કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન જ ર્જીંય્ ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી છે. જાે કે આ ગુનામાં સામેલ બે આરોપી હજુ પણ વોન્ટેડ છે, જેની તપાસ શરૂ છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં ડ્રગ્સની તસ્કરીના કિસ્સા વધી રહ્યા છે. ગુજરાતને નશામુક્ત બનાવવાના દાવા વચ્ચે કરોડોની કિંમતનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાઈ રહ્યુ છે. માદક પદાર્થોની હેરાફેરી દિવસે દિવસે વધી છે. ત્યારે પોલીસ પણ તેની સામે સતર્ક બની કાર્યવાહી કરી રહી છે. આ જ કાર્યવાહી દરમિયાન ર્જીંય્ પોલીસે એક મહિલા અને એક દિવ્યાંગની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરાઈ છે. ર્જીંય્ની ટીમે બાતમીને આધારે ગુલબાઈ ટેકરા વિસ્તારમાંથી બાબુ ભાટી જે એક પગથી દિવ્યાંગ છે તે અને ડાહીબેન મારવાડી નામની મહિલા હનુમાન કેમ્પ આવવાના હોવાની ર્જીંય્ને બાતમી મળી હતી.
Recent Comments