અમદાવાદમાં એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની નારાજગી યથાવત
એસવીપીમાં મા કાર્ડની સેવા ચાલુ ન કરાતા રેસિડન્ટ ડૉક્ટરોએ શુક્રવારે બપોરે અચાનક હડતાળ પાડી હતી. જે આજે પણ અથાવત છે, આજે આઈસીયુ ડ્યુટી તેમજ ઈન્ડોર આઈસીયુ દર્દીઓ કે જેમની સારવાર રેસિડેન્ટ ડોકટરો કરતા હતા તે પણ બંધ કરાઈ છે. જ્યાં સુધી રસીકરણ કામમાંથી મુક્તિ તેમજ માં કાર્ડ-આયુષમાન કાર્ડ અંતર્ગત દર્દીઓની સારવાર શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો કામથી અળગા રહેશે. ડૉક્ટરોની ફરિયાદ હતી કે, મા કાર્ડ સેવા બંધ હોવાથી દર્દી ઓપરેશન માટે આવતા નથી અને તેને લીધે તેમને પ્રેક્ટિકલ શીખવા મળતું નથી. કાલથી તમામ રેસિડેન્ટ ડોકટરોએ નોન-ઈમર્જન્સી તેમજ વોર્ડ અંતર્ગત કરવાની રહેતી કામગીરી બંધ કરી છે.
ઈમર્જન્સી ડ્યુટીમાં એકમાત્ર રેસિડેન્ટ ડોકટર ફરજ બજાવશે. એસવીપી હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટરોને યુટીલિટી બિલ્ડીંગની બહાર પહોંચ્યા છે. એસવીપીમાં થોડા સમય અગાઉ કોવિડ સિવાયની સારવાર શરૂ કરાઈ છે. મા કાર્ડની સેવા ચાલુ ન હોવાથી દર્દીએ ઓપરેશન જેવા કેસમાં પૈસા ચૂકવવા પડે છે માટે દર્દીઓ પૂરતી સંખ્યામાં આવતા નથી. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં મા કાર્ડની સેવા ચાલુ છે. ડૉક્ટરોએ એસવીપીની મુલાકાતે આવેલા ડીવાયએમસીની કાર પણ અટકાવી હતી અને ડીવાયએમસીએ હોસ્પિટલમાં બેસી રહેવું પડ્યું હતું. એ પછી વિદ્યાર્થીઓના એક ગ્રૂપની રજૂઆત સાંભળવામાં આવી હતી.
આખરે ચર્ચાબાદ હડતાળ સમેટી લેવામાં આવી હતી. રેસિડેન્ટ ડોક્ટર્સે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી પોતાનો અભ્યાસ છોડી કોરોનાના દર્દીઓની સારવારમાં લાગી ગયા છે. સાથે કોરોના ટેસ્ટિંગ સહિતની જવાબદારીઓ પણ તેમના શીરે થોપવામાં આવી હતી. હવે કોરોના રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તેમજ કોરોના રસી લેવા માટે તબીબોને દબાણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની કામગીરી હજુ કેટલો સમય ચાલશે તે નક્કી નથી. ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરવા જતા તેમને યુનિયનના આગેવાન હોવાનું કહીને તેમની વિરુદ્ધ પગલાં લેવાશે તેવી વાતો કરવામાં આવતી હોવાથી તમામ રેસિડેન્ટ ડોક્ટરોએ સાથે મળીને રજૂઆત કરવાનો ર્નિણય કર્યો છે.
Recent Comments