અમદાવાદમાં ઓક્સિજનની અછત, કોરોનનાના દર્દીઓનો ‘શ્વાસ રૂંધાયો’
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર હજારો લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે ત્યારે અમદાવાદમાં હવે ઑક્સીજન ખૂટી રહ્યો છે.
રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદીઓ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. કોરોના વિસ્ફોટ વચ્ચે અમદાવાદમાં ઓક્સિજનની અછત ઉભી થઇ ગઈ છે. લોકોને રૂપિયા ચૂકવ્યાં બાદ પણ ઓક્સિજન નથી મળી રહ્યો.
ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કહી રહ્યા છે કે શહેરની ખાનગી હોસ્પિટલ પાસે પૂરતો ઓક્સિજનનો જથ્થો નથી. ૧૨૦થી ૧૩૦ રૂપિયામાં મળતો ઓક્સિજન હવે ૫૦૦ રૂપિયા આપવા છતાં મળતો નથી. કોરોના મહામારી વધી રહી છે ત્યારે ઑક્સીજન ખૂટી પડતાં દર્દીઓના જીવને જાેખમ છે. સરકાર ઓક્સિજનનો જથ્થો પર્યાપ્ત રહે એવી વ્યવસ્થા કરે તેવી તબીબોએ માગ કરી છે.
અમદાવાદમાં સતત વધતાં કહેરના કારણે માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આજે વધુ ૩૫ સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી ૩૧૮ વિસ્તાર માઈક્રોકન્ટેઇનમેન્ટમાં છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને શહેરના પશ્વિમ વિસ્તારમાં જેવા કે ગોતા,થલતેજ, નવરંગપુરા, ઘાટલોડિયામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આ વિસ્તારના ટેસ્ટિંગ ડોમ પર જાેવા મળી રહી છે અને તમામ વિસ્તારોમાં ટેસ્ટિંગ શરૂ થાય તે પહેલા જ લોકોની લાઈનો જાેવા મળી રહી છે
Recent Comments