અમદાવાદમાં ઓનરકિલિંગના ડરથી પ્રેમલગ્ન કરનારું યુગલ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યું
પ્રેમલગ્ન કરનાર યુવતી અને તેના પતિ સહિતના સાસરિયાં ઓનરકિલિંગના ડરથી સોમવારે પોલીસ કમિશનર કચેરીએ મદદ માટે દોડી ગયાં હતા. પોલીસ અધિકારીઓએ પોલીસ કમિશનર સુધી મામલો પહોંચે તે પહેલાં જ યુવતી અને તેના સાસરિયાઓને વટવા જીઆઈડીસી પોલીસ બોલાવી પરત તેમના ઘરે મોકલી દીધા હતા. લવ મેરેજ કર્યાનાં બે વર્ષમાં ૧૪ ફરિયાદ અને અરજીઓ કર્યા બાદ પણ યુવતીના પરિવારજનો સાસરિયાંને સતત માનસિક ત્રાસ અને ધાકધમકી આપી મારઝૂડ કરી રહ્યા છે.
હાઈકોર્ટના ઓર્ડર મુજબ યુવતી અને તેના પતિને પ્રોટેક્શન આપવામાં આવ્યું હોવા છતાં પણ આરોપીઓ ધાકધમકી આપી મારામારી કરી ગયા હતા. જશોદાનગરના શ્રીલક્ષ્મી ડુપ્લેક્ષમાં રહેતી સ્વાતી (ઉ.વ.૨૨)એ બે વર્ષ પહેલાં મિલન નાઈ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. સ્વાતીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યાં હોવાથી ડરના માર્યા પતિ સાથે તે અન્ય સ્થળે રહેવા ચાલી ગઈ હતી. બીજી તરફ સ્વાતીના કાકા મિલનના ઘરની બાજુમાં રહેતા હોવાથી અવારનવાર મિલનના પિતા અને પરિવારને ધાકધમકી આપી મારઝૂડ કરતા હતા.
જેના પગલે મિલનના પિતાએ પણ સ્વાતીના કાકા સુરેશસિંહ બિહોલા વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાવી હતી. છેલ્લા છ માસથી હાઈકોર્ટના ઓર્ડર મુજબ પોલીસ પ્રોટેક્શન લઈ તેનાં માતા-પિતાના ઘરે પત્ની સ્વાતી સાથે રહેવા માટે આવ્યો હતો. જાેકે, આ લગ્નથી નાખુશ સ્વાતીના કાકા સુરેશસિંહ બીહોલા અવારનવાર હેરાન પરેશાન કરી ધાકધમકી ઔઆપતા હતા.
Recent Comments