અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા,વર્ક પરમિટ બહાને રૃા. ૧૪.૭૦ લાખ ઠગી લીધાં

જમાલપુરના વિધાર્થીને ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ અને વર્ક પરમિટના વિઝા અપાવવાનું કહીને ઇસનપુરના દંપતિએ રૃા. ૧૪.૭૦ લાખ પડાવ્યા હતા.એટલું જ નહી વિધાર્થી ફ્લાઇટમાં બેસીને બેંગકોક થાઇલેન્ડ પહોચ્યો ત્યાં ઇમિગ્રેશન વિભાગે વિઝા ખોટા હોવાનું કહેતા ભાંડો ફૂટયો હતો આટલું ઓછુ હોય તેમ મુંંબઇથી સીધા ઓસ્ટ્રેલિયા જવાની ટિકીટ કરાવી આપતા વિદ્યાર્થી મુંબઇ એરપોર્ટ ઉપર પહોચતા ત્યાં પણ વિઝા ખોટા હોવાનું બહાર આવ્યું હતું. બીજીતરફ વિધાર્થીએ રૃપિયા પરત માંગતા દંપતિ ભાગી ગયું હતું. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે છેતરપીંડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જમાલપુર ચકલા પાસે રહેતા યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં લાંભા ગામમાં રહેતા અને ઇસનપુરમાં ઓફિસ ધરાવતા પતિ અને તેમની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે વિદ્યાર્થી ઘોરણ-૧૨ સુધીનો અભ્યાસ કરીને આગળ ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન હતો.
ત્યારે તેમના પિતાએ કૌટુંબિકભાઇને વિઝા માટે કોઇ સારૃ કામ કરતો હોય તો કહેજાે તેમ જણાવ્યું હતું તેથી તેમના દ્વારા આરોપીનો સંપર્ક થયો હતો ત્યારબાદ પરિવાર સાથે ઓફિસે ગયા હતા. જ્યાં આરોપી પતિ-પત્ની હાજર હતા તેઓએ તમને ૨૫ દિવસમાં ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવી દઇશ અને ફુડ પેકિંગમાં રૃા. ૧.૫૦ લાખની નોકરી પણ અપાવવાની વાત કરી હતી જેમાં અભ્યાસ અને નોકરીના વિઝા લેવા માટે કુલ રૃા. ૧૨ લાખ ખર્ચની વાત કરતા યુવકે ડોક્યુમેન્ટ આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ વિઝા આપતા ૧૨ લાખ રોકડા આપ્યા હતા અને ટિકીટના રૃા. ૧.૮૦ લાખ સહિત કુલ રૃા. ૧૪.૭૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ અગાઉ ટીકીટ અને વિઝા લઇને યુવક અમદાવાદથી દિલ્હી ત્યાંથી બેંગકોકથી ફીઝી અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવા ફ્લાઇટમાં બેઠો હતો. જાેકે બેંગકોક થાઇલેન્ડ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વિભાગ દ્વારા વિઝા ચેક કરતા ખોટા હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપી એજન્ટને ફોન કરતા તેને મુંબથી સીધા ઓસ્ટ્રેલિયાની ટિકીટ કરાવવાનું કહીને ટીકીટ મોકલી હતી. જેથી મુંબઇથી ફ્લાઇટમાં જતી વખતે ઇમિગ્રેશન વિભાગે વિઝા ફેક હોવાનું કહ્યું હતું. જેથી રૃપિયા પરત માંગતા વાયદા કરતા હતા.
Recent Comments