અમદાવાદમાં કાંકરિયા સ્વિમિંગ પૂલ છેલ્લા છ મહિનાથી છે બંધ, લાગેલો ડોમ ઉતારવા તૈયાર નથી જ કોઈ કોન્ટ્રાક્ટર
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પૂલ છેલ્લા છ મહિનાથી રિપેરિંગ ના નામે બંધ છે. જેના કારણે સ્થાનિક લોકોને હેરાનગતિ થઈ રહી છે. કાંકરિયા સ્વિમિંગ પૂલમાં આવનારા લોકોને ખોખરા અથવા સારંગપુર સ્વિમિંગ પૂલ સુધી જવું પડે છે. શિયાળાના સમયમાં ડોમ ઉતારવાની કામગીરી પૂર્ણ કરી અને ઉનાળામાં લોકો આ સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરી શકે તેના માટે થઈ અને કામગીરી હાથમાં લેવામાં આવી હતી.
પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નહોતું. છેવટે હવે ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ડોમને ઉતારવાની કામગીરી શરૂ કરી છે. હવે એક મહિના બાદ આ સ્વિમિંગ પૂલ શરૂ થાય તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા વિસ્તારમાં સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. જેમાં મોટા સ્વિમિંગ પુલમાં ડોમ બનાવવામાં આવ્યો હતો.
તેને ઉતારવા માટે થઈ અને ઓગસ્ટ મહિનામાં સ્વિમિંગ પૂલને બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. તેના બાદ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ કોન્ટ્રાક્ટર આ કામગીરી કરવા તૈયાર ન હતું. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ત્રણ વખત ટેન્ડર કરી ચૂક્યા છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટર કામગીરી કરવા તૈયાર ન નથી. હવે ઉનાળાના સમયમાં સ્વિમિંગ પૂલ શરૂ કરવામાં આવે તેને ધ્યાનમાં રાખી અને ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ તેને ઉતારી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Recent Comments