ગુજરાત

અમદાવાદમાં કારચાલકે રસ્તે જતા દંપતીને અડફેટે લીધું, દંપતીની હાલત ગંભીર

અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં મ્સ્ઉ કારચાલકે રસ્તે જતા દંપતીને અડફેટે લીધાં હતાં. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી એક પાસબુક તથા દારૂની બેટલો પણ મળી આવી છે, જેમાં પાસબુક પર સત્યમ શર્મા નામ લખેલું જાેવા મળ્યું હતું. અકસ્માતે દંપતીને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. આ મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts