અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન વિરુદ્ધ મોટી કાર્યવાહી

અસામાજિક તત્વો વિરુદ્ધ કામગીરીના ભાગરૂપે જુહાપુરા વિસ્તારમાં કાલુ ગરદનના ઘરને તોડી પાડવામાં આવ્યું
રાજ્યભરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન ના જુહાપુરા વિસ્તારમાં આવેલ ઘરને તોડી પાડવામાં આવ્યું હતું.
કુખ્યાત કાલુ ગરદન દારૂ, જુગારની પ્રવૃત્તિમાં પણ સંકળાયેલો હતો. આ સિવાય વેજલપુર પોલીસે અન્ય આરોપીઓના ગેરકાયદેસર મકાનોની માહિતી મેળવી છે અને આગામી સમયમાં અન્ય આરોપીઓ સામે પણ આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં મચાવેલા આતંક બાદ રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં છે અને જાહેરમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કરતું જાે કોઈ નજરે ચઢે છે તો તેની વિરૂદ્ધ આકરા પગલા લેવામાં આવી રહ્યા છે.
Recent Comments