fbpx
ગુજરાત

અમદાવાદમાં કોંગ્રેસ મનપાના ઉમેદવારોની યાદી પર સૌની નજર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે ૫ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગરના ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા કરી દેવાયા છે. જામનગરમાં વોર્ડ નં ૬માં એક ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. સૌથી મોટા વોર્ડ અમદાવાદના ઉમેદવારોનું નામ જાહેર કરવાના બાકી છે. અમદાવાદમાં કોંગ્રેસ મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરશે તેના પર સૌની નજર છે. એએમસીના કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર છે.

અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે મોડી રાત સુધી કોંગ્રેસની મેરેથોન બેઠક ચાલી હતી. નિરીક્ષક નિરંજન પટેલ, સહપ્રભારી વિશ્વરંજન મોહંતી. ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં મોટા ભાગના વોર્ડના નામ ક્લિયર થયા છે. ત્યારે નિર્વિવાદિત બેઠકો પર થોડા સમયમાં નામની જાહેરાત થશે. પહેલી યાદીમાં ૧૦૦થી વધુ ઉમેદવારોના નામ જાહેર થશે. આ બેઠકમાં ર્નિણય લેવાયો છે કે, ભૂતકાળમાં પક્ષ સાથે ગદ્દારી કરનારને ટિકિટ નહિ આપે. ગદ્દારી કરનારા કેટલાક વર્તમાન કોર્પોરેટરની પણ ટિકિટ કપાશે. એએમસીના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્મા વોર્ડ બદલશે.

ઈન્ડિયા કોલોનીના બદલે સરસપુરથી ચૂંટણી લડશે. અમદાવાદ મનપાની ૧૯૨ બેઠકો માટે આજે કોંગ્રેસ ૧૦૦થી વધુ ઉમેદવારો જાહેર કરશે. અગાઉ કોંગ્રેસે ૫ મનપાના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ, વડોદરા મહાનગર પાલિકામાં કોંગ્રેસે રિપીટ થિયરી અપનાવી છે. વડોદરા મહાનગર પાલિકા માટે કોંગ્રેસે ૨૦ ઉમેદવાર જાહેર કર્યા છે. પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તને વોર્ડ નંબર ૧૬માંથી ટિકિટ આપી છે. જહા ભરવાડ, પુષ્પા વાઘેલા, બાળુ સુર્વે, અનિલ પરમાર, જાગૃતિ રાણા, અલ્કા પટેલને રિપીટ કર્યા છે. વોર્ડ નંબર-૧માં પુષ્પાબેન વાઘેલા ૩ ટર્મથી કોર્પોરેટર છે. અગાઉ તેમના પતિ રાજુ વાઘેલા ૧ ટર્મ કોર્પોરેટર રહ્યા હતા.

Follow Me:

Related Posts