અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટતા પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળો વકર્યો
કોરોના બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ઓપીડીની સંખ્યા વધી છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં જૂન મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય કેસનો આંકડો ૧૪૭ હતો . જે વધીને જુલાઈ મહિનામાં આ આંકડો ૨૩૧એ પહોંચ્યો છે. સતત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો પણ રોગચાળાથી બચવા માટે તકેદારી રાખવી પડશે.
અમદાવાદ શહેરમાં ગંદકીના કારણે રોગચાળો વકર્યો છે. કોરોના કેસ ઘટ્યા છે પરંતુ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે જુલાઈ મહીનામા ઝાડા ઉલ્ટી – ૬૫૯ કેસ, કમળા – ૧૭૭ કેસ, ટાઇફોડના – ૧૬૫ કેસ, સાદા મેલેરિયાના – ૧૨૦ કેસ, ઝેરી મેલેરિયાના – ૧૦ કેસ,ડેન્ગ્યુ -૭૨ કેસ , ચિકનગુનિયા – ૩૪ કેસ નોંધાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરિયા વિભાગે છેલ્લા એક સપ્તાહમાં શહેરની જૂદી જૂદી કન્ટ્રક્શન ૬૨૬ સાઇટ, ૩૮૬ કોમર્શિય એકમો, ૫૬૦ હોટલ , અને હોસ્પિટલ તેમજ રહેણાક મકાન તપાસ કર્યા હતા. ચેકીંગ દરમિયાન બેદરકારી જાેવા મળી તેને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ તંત્રના કારણે લોકો હેરાન થાય તો કોઈ કાર્યવાહી થતી નથી.
અમદાવાદ શહેરમાં ચોમાસાના વરસાદ બાદ ગંદકી વધી રહી છે. રોડ પર ખાડાને બાજુમાં વરસાદી પાણી ભરાયેલ રહે છે સાથે જ કચરાની ગંદકી જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. અમદાવાદ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે. તંત્રની નિષ્ફળતાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.
Recent Comments