અમદાવાદમાં કોર્પોરેશને ૧૧૦૦ એકમોનો નોટિસ ફટકારી ૩૦ લાખ દંડ વસૂલ્યો
અમદાવાદ શહેરમાં ફેલાઇ રહેલા રોગચાળાને અટકાવવા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે . જેના પગલે કોર્પોરેશને ૧૧૦૦ એકમોને નોટિસ આપી ૩૦ લાખ ઉપર દંડ વસુલ કર્યો છે. અમદાવાદ શહેરમાં ચોમાસુ આવતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો માઝા મૂકે છે. ત્યારે આ વર્ષે પણ રોગચાળો યથાવત છે. જેમાં કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો યથાવત રહેતા તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે.
જેમાં શહેરના મધ્ય ઝોનમાં રોગચાળો વધુ નોંધાયો છે. અને તેમાં પણ શાહપુર, દુધેશ્વર, દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા સહિત ચાલી વિસ્તારમાં કેસ વધુ જાેવા મળી રહ્યા છે. જેમાં શાહપુરમાં આવેલ કમુંમિયા ની ચાલીના રહીશોનો આક્ષેપ છે કે ૧ વર્ષથી તેમની ચાલીમાં ગંદકી અને ગટરના પાણી બેક મારવા અને ખરાબ પાણી આવવાની સમસ્યા છે.
જેની કોર્પોરેટર અને કોર્પોરેશનને જાણ અને ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ નથી. જે મામલે સ્થાનિક કોર્પોરેટરે કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કર્યા છે.
કોર્પોરેશને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા એએમસીના હેલ્થ મલેરિયા વિભાગે ૭ ઝોનમાં કરેલી કાર્યવાહી જાેઈએ તો શહેરમાં ૨ હજાર જેટલા વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી ૧૧૦૦ને નોટિસ અપાઈ. તેમજ ૩૦ લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો ૨.૧૩ લાખ ઉપર ઘરમાં ફોગીંગ કર્યું જાેકે તેમ છતાં રોગચાળો અટકી નથી રહ્યો.
Recent Comments