fbpx
ગુજરાત

અમદાવાદમાં ગરબા આયોજનમાં સાથ ન આપતા પાઇપથી હુમલો કરીયો અને ચાર લોકો ગંભીર ઈજા થઈ

અમરાઇવાડીમાં સોસાયટીમાં ગરબાના આયોજનમા યુવકના પરિવારે સાથ ન આપતા સોસાયટીમાં તકરાર થઇ હતી .જેમાં મહિલા સહિત ૧૩ શખ્સોએ ભેગા મળીને યુવકના પરિવાર ઉપર લોખંડની પાઇપ, દંડા, ચાકુ અને પથ્થરોથી હુમલો કરતા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે મહિલા સહિત ૧૩ શખ્સો સામે રાયટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમરાઇવાડીમાં રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મહિલા તથા તેમના પરિવારના અને સોસાયટીના ૧૩ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે એક વર્ષથી સોસાયટીના કેટલાક સભ્યો સાથ આપતા મહિલા ચેરમેન તરીકે કામ કાર્યરત છે.

જાે કે મહિલાએ ગરબાનું આયોજન કર્યું હોવાથી ફરિયાદી યુવકના પરિવારજનોએ સપોર્ટ ન કરતા તેની અદાવત રાખીને તા.૧૩ના રોજ ફરિયાદી યુવકના ભાઇ તેમની પત્ની સાથે બાઇક પર ઘરે આવ્યા ત્યારે તેમને જાેઇને મહિલાએ ગાળો બોલી હતી. જેથી યુવકની માતા સાથે તે મહિલા આગેવાનને પૂછવા જતા ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મહિલાના પરિવારના સભ્યો તથા સોસાયટીના સભ્યો ૧૩ જણાએ ભેગા મળીને લોખંડની પાઇપ, ચાકુ વડે યુવક અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. એટલું જ નહી શખ્સોએ પથ્થરમારો પણ કર્યો હતો. આ સમયે બુમાબુમ થતા સોસાયટીના અન્ય સભ્યોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા. જ્યારે ફરિયાદી યુવકના પરિવારના ચાર સભ્યો લોહી લુહાણ થતા સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ ગયા હતા. જાે કે આ બનાવના સીસીટીવી પણ વાઇરલ થતાં પોલીસે પણ હરકતમાં આવી ગઇ હતી.

Follow Me:

Related Posts