fbpx
ગુજરાત

અમદાવાદમાં ગુરુકુલ રોડ પર અગેટા ટેનિસ એકેડેમીના કોન્ટ્રાક્ટર યુવક અને મહિલા કોચે ફીના ૫૪ લાખની કરી છેતરપીંડી

ગુરુકુલ રોડ પર આવેલી અગેટા ટેનિસ એકેડેમીમાં બેડમિન્ટનનો કોન્ટ્રાક્ટ ધરાવતા યુવક અને મહિલા કોચે ૫૪ લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે, જે મુજબ બંને જણે ત્રણ વર્ષમાં એકેડેમીમાં શીખવા આવેલા ૧૨૦ લોકો પાસેથી માસિક ૧.૫૦ લાખ ફી પેટે ૫૪ લાખ લીધા હતા, પરંતુ ફીની રશીદ સહિતના ડોક્યુમેન્ટમાં ચેડાં કરીને તે પૈસા અગેટામાં જમા કરાવ્યા ન હતા. સેટેલાઇટમાં રહેતા રુચીર ગજ્જર અમદાવાદ ગર્વમેન્ટ એમ્પલોઇ ટેનિસ એસોસિયેશન (અગેટા)માં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ટુ પ્રેસિડેન્ટ છે.

રુચીરે એકેડેમીમાં બેડમિન્ટનના કોચિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા પ્રદીપ બાર (શીલજ) તેમ જ કોચ તેજલ પટેલ (થલતેજ) વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પ્રદીપ બારને રૂ.૨૦૧૬થી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં તેઓ તેમ જ તેજલબહેન અગેટામાં આવતાં બાળકોને પ્રેક્ટિસ કરાવતા હતા. આ બંને જણે અગેટામાં બેડમિન્ટન શીખવા આવેલા ૧૮૫ લોકો પૈકી ૬૫ લોકોની ફી અગેટામાં જમા કરાવી ન હતી.

આટલું જ નહીં, પ્રદીપ બાર અને તેજલબહેન પટેલે ૨૦૧૬થી ૨૦૧૯ના ગાળમાં ૧૨૦ વ્યક્તિ પાસેથી માસિક રૂ.૧.૫૦ લાખ ફી લેખે રૂ.૫૪ લાખ ફી વસૂલ કરી હતી, પરંતુ તે પૈસા એસોસિયેશનમાં જમા નહીં કરાવીને છેતરપિંડી કરી હતી. આ ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે. અગેટામાં કેટલાંક લોકો વર્ષોથી આવતા હતા. તે લોકોને મેનેજમેન્ટના માણસો સારી રીતે ઓળખતા હતા તેમ જ આવતા- જતા મળતા પણ હતા. તેમ છતાં આવા કેટલાક લોકો એકેડેમીમાં આવ્યા જ નહીં હોવાનું કાગળ ઉપર બંને જણે દર્શાવ્યું હતું. આ બાબતને પણ પોલીસ ફરિયાદમાં ટાંકવામાં આવી હતી.

Follow Me:

Related Posts