fbpx
ગુજરાત

અમદાવાદમાં જાન્યુઆરી માસમાં જ પેટ્રોલની કિંમતમાં રૂ. ૨.૫૨નો વધારો થયો

દેશ હાલ ગંભીર કોરોના વાયરસની બિમારીનો સામનો કરી રહ્યો છે, રાહતની વાત એ છે કે હાલ કોરોના વાયરસ કંટ્રોલમાં આવી રહ્યો છે. પરંતુ મોંઘવારી પણ દિવસને દિવસે વધી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે ખિસ્સા પર ભારણ પણ વધ્યું છે. પેટ્રોલની કિંમતમાં કૂદકેને ભૂસકે થઇ રહેલા વધારાથી મધ્યમ વર્ગ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે.

અમદાવાદમાં જાન્યુઆરી માસમાં જ પેટ્રોલની કિંમતમાં રૃ. ૨.૫૨નો વધારો થયો છે. જાન્યુઆરી માસના પ્રારંભે અમદાવાદમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત રૃ. ૮૧.૧૭ હતી અને તે હવે ૩૧ જાન્યુઆરીના રૃ. ૮૩.૬૯ છે. જાન્યુઆરી માસમાં કુલ નવ વખત પેટ્રોલની કિંમત વધારાઇ છે. જેમાં છેલ્લે ૨૬ જાન્યુઆરીના ૩૪ પૈસા જ્યારે ૨૭ જાન્યુઆરીના ૨૪ પૈસા કિંમત સાથે વધારો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ૧ નવેમ્બરના પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે રૃ. ૭૮.૪૩ હતી. આમ, બે મહિનામાં પેટ્રોલની કિંમતમાં રૃ. ૫.૨૬નો વધારો થયો છે.

અમદાવાદમાં ડીઝલની કિંમત ૧ જાન્યુઆરીના રૃ. ૭૯.૬૧ હતી જ્યારે ૩૧ જાન્યુઆરીના રૃ. ૮૨.૪૫ છે. આમ, પ્રતિ લીટરે ડીઝલની કિંમતમાં રૃ. ૨.૮૪નો વધારો થયો છે. રાજ્યમાંથી અન્યત્ર પેટ્રોલની કિંમત રાજકોટમાં રૃ. ૮૩.૭૩, સુરતમાં રૃ. ૮૩.૭૯ અને વડોદરામાં રૃ. ૮૩.૩૯ છે.

Follow Me:

Related Posts