ગુજરાત

અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારા સામે તંત્રએ લાલ આંખ કરી

જાહેરમાં પાનની પીચકારી મારનાર પાસેથી રૂપિયા ૫૦ થી ૫૦૦નો દંડ વસુલવામાં આવશે અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે.જાે કે જનતા વારંવાર તેની અવગણના કરતી જાેવા મળે છે,અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જાેવા મળે છે, આવા લોકો સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. જાહેરમાં પાનની પીચકારી મારનારની હવે ખેર નથી.

અમદાવાદમાં રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જાહેરમાં થુંકનારા આવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. ગંદકી ફેલાવતા લોકોને ઝ્રઝ્ર્‌ફની મદદથી પકડવામાં આવશે. જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ ઝ્રઝ્ર્‌ફની મદદ લેવાશે. વાહન પર જતાં થૂંકનારને રૂપિયા ૫૦ થી ૫૦૦નો દંડ વસુલવામાં આવશે. જાે કોઇ વ્યક્તિ ઝ્રઝ્ર્‌ફથી પકડાય તો ઈ-મેમોથી નોટિસ ઘરે મોકલાશે. ઈ-મેમો દ્વારા રૂપિયા ૨૦૦નો દંડ વસૂલવામાં આવશે.

Related Posts