અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક પી.આઈ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં શાહીબાગ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.પરંતુ હવે શહેરમાં કામગીરી બતાવવા માટે સ્થાનિક સ્તરે કેસ કરવામાં આવી રહ્યા છે.શહેરના દરિયાપુર અને સરખેજ પોલીસે અંદાજે ૧૯ લોકોની ધરપકડ કરી છે. ત્યારે અન્ય વિસ્તારમાં પણ આવા કેસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે , દરિયાપુર પોલીસે પંજાબી હકીમની ગલી પાસે પનારા બિલ્ડીંગમાં કપડાંની દુકાનમાં મોહંમદ જકી ગુલામ રસુલ બગબન અને અન્ય ૧૧ લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતાં.આરોપીઓ પાશેથી પોલીસે ૧.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજી તરફ સરખેજ મકરબા પાસે પોલીસને બાતમી મળતા અલઅસબાબ પાર્ક પાસે પોલીસે જાહેરમાં જુગાર રમતા વજીદ શેખ સહિત ૭ને ઝડપી લીધા છે. આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી વધુ વિગત મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
આ બધાની વચ્ચે હાલ સીટી વિસ્તારમાં રોજ રાતે ડિસ્ટફ ઓફિસે બેસી રહેતા એમ.એસ નામના પોલીસકર્મી પણ હાલ ઉચ્ચ અધિકારીના સ્કેનિગમાં છે. જેઓ અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પણ મોટા ભાગનો સમય શાહપુરમાં જ હોય છે.તેવો અન્ય રાજ ભા નામનો પોલીસ કર્મી નોકરી પશ્ચિમ વિસ્તરમાં કરે છે પણ પૂર્વ વિસ્તરમાં પી.આઈની આગતા સ્વાગતમાં સતત હોય છે.
અમદાવાદમાં જુગારધામનો રાફડો ફાટ્યોઃ ૧૯ જુગારીઓ ઝડપાયા

Recent Comments